જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 અને 35A હટાવ્યા બાદ અહીં બધું ઝડપથી બદલાઈ રહ્યું છે.
આતંકીઓ દ્વારા કાશ્મીર ખીણમાં બંધ કરવામાં આવેલ સિનેમા હોલ, 32 વર્ષ પછી ચાલુ કરી દેવાયા છે, શોપિયાં અને પુલવામામાં સિનેમા હોલ શરૂ થવાથી કાશ્મીરીઓના સિલ્વર સ્ક્રીનને નજીકથી જોવાના સપના સાકાર થયા છે.
અત્યાર સુધી ફિલ્મ જોવા 300 કિમીની મુસાફરી કરીને જમ્મુ અથવા અન્ય કોઈ જગ્યાએ જવું પડ્યું હતું તે હવે પોતાના ટાઉનમાં જ ફિલ્મ જોઈ શકશે.
આતંકવાદના 32 વર્ષ પછી મે મહિનામાં બારામુલ્લા જિલ્લામાં સમાન સિનેમા હોલ ખોલવામાં આવ્યો હતો. આ હોલ હૈદરબેગ, પટ્ટન ખાતે લશ્કરી છાવણી સંકુલમાં છે.
સેનાએ જર્જરિત જોરાવર હોલ સિનેમા હોલનું સમારકામ શરૂ કર્યું છે જે 21 મેના રોજ દર્શકો માટે ખોલવામાં આવતા પ્રથમ દિવસે જ સિનેમા હોલ લોકોથી ખીચોખીચ ભરાઈ ગયો હતો.
સરકારે શ્રીનગરના બદામીબાગ કેન્ટોનમેન્ટ કોમ્પ્લેક્સમાં મલ્ટિપ્લેક્સ બનાવવાની મંજૂરી આપી છે. પહેલા અહીં સિનેમા હોલ હતો પરંતુ આતંકવાદના કારણે તે બંધ થઈ ગયો હતો.
કાશ્મીરમાં સિનેમા હોલ બંધ થવાને કારણે મોટાભાગના યુવાનોને એ પણ ખબર નથી કે સિનેમા હોલ શું છે અને મલ્ટીપ્લેક્સ શું છે.
ખીણના યુવાનો કે જેઓ બહાર અભ્યાસ કરે છે અથવા રોજગારના સંબંધમાં બહાર ગયા છે તેઓ સિલ્વર સ્ક્રીનનો આનંદ માણી શક્યા છે, બાકી અહીં રહેતા યુવાઓ ટીવી અને સોશિયલ મીડિયાના માધ્યમથી ઘરે બેઠા તેમના શોખ પૂરા કરવા મજબૂર હતા આવા યુવાનોમાં ભારે ઉત્સાહ છે.
જમ્મુ અને કાશ્મીર ફિલ્મ ડેવલપમેન્ટ કાઉન્સિલના સીઈઓ અને લેફ્ટનન્ટ ગવર્નરના પ્રિન્સિપલ સેક્રેટરી નીતિશ્વર કુમાર કહે છે કે તમામ જિલ્લામાં ઓછામાં ઓછો એક સિનેમાહોલ ખોલવાનો પ્રયાસ છે.
જેનો હેતુ લોકોને ખાસ કરીને યુવાનોને મનોરંજનની સુવિધા પૂરી પાડવાનો છે.