મિત્રતા અંગે કેટલાય પુસ્તકો લખાયા છે, ધર્મગ્રંથોમાં પણ કૃષ્ણ-સુદામા ની દોસ્તી નું વર્ણન છે,ટૂંકમાં સાચા મિત્ર ની સેંકડો કહાનીઓ આ દુનિયા માં ખૂણેખૂણે સાંભળવા મળશે,પણ વાત કરવી છે હાલ કોરોના અને લોકડાઉન જેવી મહામારી વચ્ચે ના સમય ની કે જેમાં સાથેજ સુરત માં નોકરી કરતા બે પરપ્રાંતિય મિત્રો પણ સુરત માં ફસાઈ જાય છે અને માંડ કરીને જ્યારે એક ટ્રક માં વતન કાનપુર જવાનો મેળ પાડે છે ત્યાં રસ્તામાં જ એક મિત્ર બીમાર પડે છે અને પછી જે થાય છે તે વાત માં મિત્ર ની કસોટી થાય છે.
કોરોના ની ધીમા પગલે શરૂઆત થઈ ચૂકી હતી ભારત માં લોકડાઉન જાહેર થતાંજ પહેલા તબબકા માજ લોકો પગપાળા ભાગવા માંડ્યા હતા ત્યારબાદ અટકાવ્યા તો ખાવાપીવા ના સવાલો ઉભા થયા અને પાછા ભાગવા મંડ્યા ટૂંકમાં શ્રમિકો પોતાના વતન માં જઇ રહ્યા છે જે સિલસિલો આજે પણ ચાલુ છે અને દરેક શ્રમિક ની એક સ્ટોરી હોય છે બધાજ પરેશાન છે પણ આ બધા વચ્ચે દોસ્તી ની મિશાલ નો જે કિસ્સો સામે આવ્યો તે ખુબજ કરૂણ હતો.
ગુજરાત ના સુરત માં કાનપુર ના બે મિત્રો 24 વર્ષ નો અમૃત અને 23 વર્ષ નો યાકુબ મહંમદ સાથે નોકરી કરતા હતા સુરત માં કપડાં બનાવતી એક ફેકટરી માં સાથે કામ કરતા મિત્રો વતન થી દુર બે પૈસા કમાવા ના સપના જોતા દિવસો પસાર કરતા હતા,દરમ્યાન લોકડાઉન આવતા ફેકટરી ના માલિકો તાળા મારી દેતા અન્ય પરપ્રાંતિય ની જેમ આ મિત્રો પણ રોડ ઉપર આવી ગયા હતા અને તેઓએ વતન કાનપુર જવા રસ્તો શોધી કાઢ્યો અને 60 જેટલા શ્રમિકો ને લઈ જતા ટ્રક માં બંને મિત્રો એ રૂપિયા 4-4 હજાર ભાડું નક્કી કરી બેસી ગયા અને હાશ હવે વતન જતા રહીશું ની આશા સાથે રાહત નો શ્વાસ લીધો હતો અને ટ્રક નાસિક ,ઈન્દોર થઈ કાનપુર તરફ આગળ વધતી હતી અને શિવપુરી નજીક પહોંચતા જ અમૃત ને તાવ ચડી ગયો હતો અને તબિયત બગડતા ઉબકા આવવાનું ચાલુ થયું હતું આ દ્રશ્ય જોઈ ટ્રક માં સવાર અન્ય 60 જેટલા લોકો એ વિરોધ કરી ટ્રક ઉભો રખાવી દીધો હતો અને બિમાર અમૃત ને કોરોના હશે તો બધા ને ચેપ લાગશે તેમ જણાવી અમૃત ને રસ્તામાં જ ઉતારી દેવા જીદ ઉપર ઉતરી જતા લોકો ના વિરોધ વચ્ચે ટ્રક ચાલકે અમૃત ને રસ્તામાં જ ઉતારી દીધો હતો અને બાકી ના ને લઈ આગળ રવાના થતા ટ્રક માં સવાર યાકુબ પોતાના મિત્ર હાલત જોઈ શક્યો નહિ અને પોતાની પરવા કર્યા વગર તે પણ ટ્રક માંથી ઉતરી ગયો હતો અને રસ્તા માં ઝુરતા મિત્ર અમૃત નું માથું પોતાના ખોળા માં લઇ લીધું હતું અને હિંમત આપવા લાવ્યો હતો અને યેનકેન પ્રકારે મિત્ર ને બચાવવા તે અમૃત ને નજીક ની હોસ્પિટલમાં લાવવા સફળ રહ્યો હતો પરંતુ સારવાર દરમ્યાન અમૃત નું કરૂણ મોત થતા યાકુબ નિરાશ થઈ ગયો હતો અને આંખો માં આંસુ હતા. અહીંના જિલ્લા સિવિલ હોસ્પિટલ ના સર્જન ડૉ. પી.કે ખરે એ જણાવ્યું કે મૃતક અમૃત અને તેના સાથી મિત્ર નો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો છે જેની રાહ જોવાઇ રહી છે.
આ કિસ્સો ઘણું બધું કહી જાય છે કે સાચી મિત્રતા માં મિત્ર પોતાની જાત પણ કુરબાન કરી દેતા અચકાતો નથી અને છેલ્લે સુધી સાથ નિભાવે છે.
