નવી દિલ્હીઃ દેશ અને દુનિયામાં કોરોના મહામારીનો પ્રકોપ જારી યથાવત્ છે. ભારતના ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડિરેક્ટર બલરામ ભાર્ગવે કહ્યુ કે, કાવાસાકી બિમારી એક ઓટો-ઇમ્યૂન બિમારી છે, જે 5 વર્ષ સુધીના બાળકોને થઇ શકે છે અને તે ભારતમાં નગ્રણ્ય છે. મને નથી લાગતુ કે આપણે ભારતમાં અત્યાર સુધી કોરોના મહામારીની સાથે કાવાસાકીના કોઇ કેસ નોંધાયા હોય, આ અત્યંત દુર્લભ સ્થિતિ છે. ભારતમાં 17 વર્ષથી ઓછી વયના માત્ર 8 ટકા બાળકો કોરોના પોઝિટિવ છે, તેમાં પણ પાંચ વર્ષથી નાના બાળકોની સંખ્યા ઘણી ઓછી છે.
દિલ્હીની કલાવતી સરન હોસ્પિટલમાં બાળકોમાં કાવાસાકી સંબંધિત લક્ષણો દેખાયા હતા. તમામ બાળકો પહેલાંથી જ કોરોના વાયરસથી સંક્રમિત હતા. બાળ રોગ વિભાગના વડા ડો. વિરેન્દ્રકુમારે કહ્યુ કે, અહીંયા બાળકોમાં કાવાસાકી જેવા લક્ષણો જોવા મળ્યા છે, પરંતુ તે સ્પષ્ટપણે નથી કહી શકતા કે તેઓ આ જ બિમારીથી સંક્રમિત છે.
યુરોપના બાળકોમાં દેખાઇ હતી આ બિમારી
કોરોના કહેર વચ્ચે યુરોપના ઘણા દેશોમાં આ બિમારીના લક્ષણો દેખાયા હતા. ગત મે મહિનામાં બ્રિટનમાં લગભગ 100 બાળકો આ બિમારીથી ચેપગ્રસ્ત હોવાની વાત સામે આવી હતી. અલબત આ બિમારીથી પીડિત મોટાભાગના બાળકો સાજા થઇ ગયા હતા. પરંતુ આ બિમારી કેટલાંક બાળકોમાં ગંભીર સમસ્યા સર્જી શકે છે અને તેમને આઇસીયુમાં પણ ભરતી કરવાની નોબત આવી શકે છે.
આ બિમારીના લક્ષણો
પ્રાથમિક અંદાજ મુજબ કોરોના વાયરસથી સંક્રમિત થયાના થોડાંક સપ્તાહ બાદ જ બાળકોમાં આ બિમારીના લક્ષણો દેખાઇ આવે છે.
કાવાસાકીની નામની જેમજ આ બિમારી પણ અત્યંત દુર્લભ બિમારી છે. જેમાં શરીર પર ચમકા અને સોજા આવી જાય છે, સાથે-સાથે તાવ, શ્વાસ લેવામાં મુશ્કેલી અને પેટ સંબંધિત બિમારીઓ પણ થઇ શકે છે. આ બિમારી મુખ્યત્વે પાંચ વર્ષથી ઓછી વયના બાળકોને થઇ શકે છે, પરંતુ તે મોટી ઉંમરના બાળકો (14થી 16 વર્ષ)ને થઇ શકે છે. તેનાથી બાળકોની રક્ત કોશિકાઓ ફુલી જાય છે અને તેના શરીર ઉપર લાલ ચમકા થઇ જાય છે. બાળકોને વધારે તાવ આવવાની સાથે તેમની લાભો પણ લાલ થઇ જાય છે. એવું પણ થઇ શકે છે કે, આ બિમારી બાળકો ઉપરાંત વયસ્કોને પણ થઇ શકે છે. હાલ તો આ બિમારી અંગે સંશોધન ચાલુ છે.