કોરોના ની સ્થિતિ વધતી જઇ રહી છે વાતાવરણ બદલાવા છતાં કોરોના માં કોઈ ફરક નથી પડ્યો ત્યારે લોકડાઉન પણ ક્યાં સુધી રાખવું તેવી સ્થિતિ વચ્ચે હવે લોકો એ કોરોના સામે લડવા જાતેજ નિયમો પાળતા શીખી જવું પડશે આ બધા વચ્ચે હવે દેશમાં કોરોના ડ્યુટી બજાવી રહેલા પોલીસકર્મીઓ તથા અર્ધલશ્કરી દળોને પણ હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવા આપવા માટે વિચારણા ચાલી રહી છે. કન્ટેઇનમેન્ટ ઝોન તથા વિવિધ સ્થળે ફ્રન્ટલાઇન પર કામ કરતા કર્મચારીઓને પણ આ દવા આપવામાં આવનાર છે, જે હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ દાખલ નથી ત્યાં કામ કરતા સ્વાસ્થ્યકર્મીઓએ પણ આ દવા લેવી પડશે. આઇસીએમઆર, સ્વાસ્થ્ય મંત્રાલય, એઇમ્સ તથા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી સહિત કેટલાક સંસ્થાનોના પ્રારંભિક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે હાઇડ્રોક્સિક્લોરોક્વિનના સેવનથી સંક્રમણનું જોખમ ઓછું થયું હોવાનો દાવો કરવામાં આવી રહયો છે.
ત્યારે હવે પોલીસ દાદાઓ આ દવા નું સેવન કરી ફરજ બજાવતા નજરે પડશે.
કોરોના એ માનવ જિંદગી અને આર્થિક પાયમાલી સર્જી છે ત્યારે જીવવાની જીવનશૈલી માં મોટો બદલાવ આવી ગયો છે.
જોકે આ દવા ની કેટલીક આડઅસરો પણ છે , એવામાં જોઇન્ટ મોનિટરિંગ ગ્રુપ તથા નેશનલ ટાસ્ક ફોર્સએ આ દવા કોની આપવાની છે તે નકકી કરાયું છે, 3 સરકારી હોસ્પિટલમાં આ દવા પર અભ્યાસ કરાયો હતો. કુલ 1,323 લોકોને આ દવા આપીને આડઅસરો જોવામાં આવી. 214 લોકોમાં સામાન્ય આડઅસરો જોવા મળી. અમુક લોકોને પેટનો દુખાવો, ઉબકાં-ઉલટી તો કોઇને હાર્ટ સંબંધી તકલીફ થઇ. 7-8 લોકોને ગંભીર તકલીફો થઇ. આ વખતે દવા લેનારને વિશેષ તકેદારી રાખવા અને નિયમિતપણે ઇસીજી કરાવવા સલાહ અપાઇ છે તે જોતા જેઓ ને આડઅસર થાય તે આ દવા લેવા માટે સાવધાની રાખવી પડી શકે છે સામાન્ય નાગરિકો ડોકટર ની સલાહ લીધા વગર આ દવા નહિ લેવા ચેતવણી અપાઈ છે.
