નવી દિલ્હીઃ આવતીકાલ 26 ફેબ્રુઆરીના રોજ ફરી ભારતબંધનું આહ્વાન કરવામાં આવ્યુ છે. આ વખતે ભારતબંધનું આહ્વાન મોદી સરકારના નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો દ્વારા કરવામાં આવ્યુ છે. દેશની રાજધાની દિલ્હીની સરહદો પર ચાલી રહેલા ખેડૂતોના વિરોધને અંદાજિત 4 મહિના વીતી ચૂક્યા છે. તેવામાં સરકારના ત્રણેય નવા કૃષિ કાયદાઓ વિરૂદ્ધ વિરોધને તેજ કરવા માટે ખેડૂતોએ 26 માર્ચે(શુક્રવાર) ભારત બંધનું એલાન કર્યું છે.
ખેડૂતોએ લોકોને આ બંધને સફળ બનાવવાની અપીલ કરી છે. ગત અઠવાડિયે સંયુક્ત કિસાન મોર્ચા(SKM)એ સંપૂર્ણ ભારત બંધ માટે રણનીતિ બનાવવા માટે અલગ અલગ જન સંગઠનો અને સંઘોની સાથે બુધવારે મુલાકાત કરી હતી.
શું-શું રહેશે બંધ?
ખેડૂતોના બીજા ભારત બંધ દરમિયાન સવારે 6 વાગ્યાથી લઇને સાંજે 6 વાગ્યા સુધી તમામ સંસ્થા બંધ રહેશે. ખેડૂતોએ એલાન કર્યું છે કે આ દરમિયાન રેલવે અને રોડને પણ મંજુરી નહીં આપવામાં આવે. ગંગાનગર ખેડૂત સમિતિના રંજીત રાજૂએ સંમેલનમાં કહ્યું કે, ખેડૂત આંદોલનના ચાર મહિના 26 માર્ચે પૂર્ણ થવાના સમયે રાષ્ટ્રવ્યાપી બંધનું આહ્વાન દરમિયાન દુકાનો અને વ્યવસાયિક સંસ્થા 12 કલાક બંધ રહેશે. તેમણે જણાવ્યું કે, બંધ સવારે 6થી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે અને આ દરમિયાન તમામ દુકાનો અને ડેરી અને બંધુ બંધ રહેશે.
યૂનિયનના નેતાઓએ જણાવ્યું કે, નવા કૃષિ કાયદાના વિરોધના રૂપમાં ખેડૂત હોલિકા દહનમાં કાયદાના પેજ સળગાવશે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે 26 માર્ચે બંધને સમર્થન આપ્યું છે.
પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં ખેડૂત દિલ્હીની બોર્ડરો પર પ્રદર્શન કરી રહી છે. આ તમામ ત્રણેય કાયદાઓને પરત લેવા અને ન્યૂનતમ સમર્થન મૂલ્ય પર કાયદાકીય ગેરેન્ટી આપવાની માંગ કરાઇ રહી છે.
ખેડૂતોને ડર છે કે નવા કાયદાઓ લાગૂ થયા બાદ MSP ખતમ થઇ જશે અને કૃષિ પર મોટા કોર્પોરેટરનો કબજો થઇ જશે. જોકે, મુદ્દાને ખતમ કરવા માટે ખેડૂત અને સરકાર પક્ષની 10 તબક્કાની બેઠક થઇ ચૂકી છે, પરંતુ અત્યાર સુધી કોઇ ઠોસ મુદ્દે સહમતિ નથી બની શકી.
બાળકીની તબિયત લથતાં માતા તેની દીકરીને પાંડેસરાના વાલકનગરથી સિવિલ હોસ્પિટલ પહોંચતાં પહેલાં જ રસ્તામાં બાળકીએ શ્વાસ છોડી દીધો હતો. રાત્રિના સમયે પિતા કામ પરથી ઘરે પરત ફર્યા ન હતા અને બીજી તરફ કર્ફ્યૂનો સમય શરૂ થઈ ગયો હતો, જેથી બસ કે ઓટોરિક્ષા પણ માતાને પોતાની દીકરીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા માટે મળી ન હતી. આર્થિક સ્થિતિ નબળી હોવાથી માતા પાસે મોબાઈલ ફોન ન હોવાને કારણે તે 108માં પણ ફોન કરી શકી ન હતી.