ભારત માં સંત તરીકે પૂજાઈ રહેલા અને સવાર ના સમયે ટીવી માં જેઓ ના પ્રવચનો સાંભળવા લોકો બેસી જતા હતા તેવા કહેવાતા સંત આશારામ બાપુ ની 2013 માં સગીરા ઉપર બળાત્કાર કરવાના કેસ માં ધરપકડ થઈ ત્યારે આખો દેશ સ્તબ્ધ થઈ ગયો હતો અને લોકો માની નહોતા શકતા કે આ ઉંમરે પણ નાની ઉંમર ની યુવતી સાથે સેક્સ કરવાનો સંત ને કેવી રીતે વિચાર આવે પણ આખરે કડીઓ મળતા આશારામ બાપુ ને જેલ માં ધકેલી દેવાયા હતા હવે ફરી એકવાર આ પ્રકરણ સામે આવ્યુ છે, કારણકે આ કેસ ની તપાસ કરનાર રાજસ્થાન કેડર ના IPS અજય પાલ લાંબા એ આશારામ બાપુ ઊપર આખું પુસ્તક બનાવી નાખ્યું છે અને આ પુસ્તક નું નામ છે ‘ગનિંગ ફોર ધ ગોડ મેન’ તેઓ એ આ પુસ્તકમાં તેઓ એ તપાસ દરમિયાન પોતાને મળેલી ધમકીઓ,લાંચ અને પોતાને મોટી રકમ આપી થયેલી ખરીદવાની કોશિશ સહિત જાનથી મારી નાખવાની ધમકીઓ અને જેલ માં આશારામ બાપુ ની હરકતો અને મનોદશા નું વર્ણન કર્યું છે તેમજ કેસ સાથે જોડાયેલા સાક્ષીઓ ને તોડવા અને ધમકીઓ અંગે વાત કરવામાં આવી છે. અજય પાલ લાંબા તે સમયે જોધપુર એસપી હતા અને તેઓએ કોઈ ની પરવા કર્યા વગર વિષેશ ટીમ બનાવી આશારામ ને જેલમાં ધકેલી દીધા હતા.
આ પુસ્તક આગામી તા.5 સપ્ટેમ્બર ના રોજ પ્રકાશિત થશે, અધિકારી એ જણાવ્યું કે જેલ માં આશારામ દીવાલો સાથે માથું અફાડતા તો ક્યારેક રડતા હતા અને કાકલૂદી કરતા હતા તેઓ એ પોતાની જાત ને નપુંસક હોવાનું જણાવતાં હતા પણ તે અંગે ના ટેસ્ટ માં તે નપુસંક નહિ હોવાનું સાબિત થયું હતું. જોકે, આશારામ કેસ માં તેમને છોડી મુકવા અનેક મોટી હસ્તીઓ ના ફોન આવ્યા હતા પણ રાહત એ વાત ની હતી કે કોઈ રાજકીય દબાણ નહિ આવતા કેસ ઝડપ થી આગળ વધ્યો હતો. આ પુસ્તક માં આશારામ બાપુ ની FIR બાદ ધરપકડ થી માંડી ને સુનવણી અને સજા સુધી નું વર્ણન કરવામાં આવ્યુ છે. આ પુસ્તકે હજી પ્રકાશીત થાય તે અગાઉ જ દેશ-વિદેશ માં ભારે સનસનાટી મચાવી દીધી છે.
