પીઠ રાજકારણી એવા આસામના પૂર્વ મુખ્યમંત્રી તરૂણ ગોગોઈનું કોરોના માં નિધન થયું છે, તેઓ 84 વર્ષના હતા. તેઓ અગાઉ પણઓગસ્ટ માસ માં કોરોના સંક્રમિત બન્યા હતા અને તે વખતે તેઓ એ કોરોના ને માત આપી હતી અને સ્વસ્થ પણ થઈ ગયા હતા પરંતુ ફરી એકવાર સંક્રમિત બન્યા હતા અને ડાયાલીસીસ પણ શક્ય નહિ બનતા ગુવાહાટીની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં તેઓએ આજે સોમવારે સાંજે 5 વાગ્યે અને 34 મિનિટે અંતિમ શ્વાસ લીધા. તેઓ ત્રણ વખત આસામના મુખ્યમંત્રી પદ ઉપર રહયા હોય તેમનું રાજ્કીય કદ ઘણું મોટું હતું.વડાપ્રધાન મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
ગોગોઈનો જન્મ 1લી એપ્રિલ 1934ના રોજ થયો હતો. તેઓ વર્ષ 2001થી 2016 સુધી આસામના મુખ્યમંત્રી રહ્યા હતા. ગોગોઈએ કોંગ્રેસને સતત ત્રણ વિધાનસભા ચૂંટણીમાં જીત અપાવી હતી. સૌથી લાંબા સમય સુધી આસામના મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ તેમના નામે છે.
ગોગોઈ ઈન્દિરા ગાંધીના સમયમાં વર્ષ 1971માં પ્રથમ વખત લોકસભા સાંસદ બન્યા હતા. રાજીવ ગાંધીના સમયમાં તેઓ વર્ષ 1985થી 1990 સુધી કોંગ્રેસના મહાસચિવ રહ્યા હતા. પીવી નરસિંહરાવના સમયમાં 1991થી 1996 સુધી ખાદ્ય અને ખાદ્ય ટેકનોલોજી મંત્રાલયમાં રાજ્યમંત્રી રહ્યા હતા. આમ તેઓ ની રાજકીય મંજીલ લાંબી હતી અને લોકો માં લોકપ્રિય પણ હતા. જેઓના નિધન ને પગલે શોક ની લાગણી જન્મી હતી.
