આસમ માં 23 જિલ્લાઓ પૂરથી પ્રભાવિત થયા છે અને કુલ મૃત્યુઆંક 18 ઉપર પહોંચ્યો છે. આ સિવાય અસમના 9.3 લાખ લોકો હજુપણ પૂરથી પ્રભાવિત છે. એએસડીએમએ ના સૂત્રો ના જણાવ્યા મુજબ ઘેમાજી, લખીમપુર, બિશ્વનાખ, ઉદલગુરી, દર્રાંગ, નાલબારી, બારપેટા, બોંગાઈગામ, કોકરાઝાર, ધુબરી, દક્ષિણ સલમારા, ગોલપારા, કામરૂપ, મોરીગામ, હોજઈ, નાગાવ, નાગાલોન, નૌગાંવ, માજુલી, શિવસાગર, ડિબ્રૂગઢ, તિનસુકિયા અને પશ્ચિમ કાર્બી આંગલોંગ જિલ્લાની 9 લાખથી વધુ વસ્તી પુર થી પ્રભાવિત થઈ છે. પૂરની સૌથી વધુ અસર બારપેટા જિલ્લામાં થઈ છે. અહીં 1.35 લાખ વસ્તી પ્રભાવિત છે. ઘેમાજીમાં 1 લાખ, નાલબારીમાં 96 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે. 24 કલાકમાં એસડીઆરએફ, જિલ્લા પ્રશાસન સહિત તમામ એજન્સીઓએ સયુંકત અભિયાન ચલાવી 5 જિલ્લામાં 9303 લોકોને બચાવી લેવાયા છે.
પૂર ને કારણે કુલ 2071 ગામ પ્રભાવિત થયા છે અને 68 હજાર હેક્ટરથી વધુ ખેતીમાં નુકશાન થયું છે.તંત્ર દ્વારા 12 જિલ્લામાં 193 રિલિફ કેમ્પ અને ડિસ્ટ્રીબ્યૂશન સેન્ટર તૈયાર કરાયા છે. 27 હજારથી વધારે લોકો શેલ્ટર હોમમાં રખાયા છે. બ્રહ્મપુત્ર નદી નું સ્તર વધતા ટેંશન ઉભું થયું છે.
