દેશ માં કોરોના ની મહામારી ફાટી નીકળી છે, જે અંગે સમગ્ર દુનિયા માં ભારત કોરોનાગ્રસ્ત દેશ તરીકે ઉભરી રહ્યો છે દેશ માં કોરોના ની પ્રથમ લહેર આવ્યા બાદ બીજી લહેર ની શકયતા છતાં સરકાર આગોતરા આયોજન માં ફેઈલ થઈ જતા દુનિયાભર માં ભારત સરકાર ઉપર માછલાં ધોવાઈ રહ્યા છે ત્યારે અહીં એક વાત ઉડીને આંખે વળગે છે કે ટીવી, મીડિયા માં નેતાઓ જાહેરાતો કરે પણ તેનો કોઈ અમલ નહિ થતો હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે જેમાં ખુદ વડાપ્રધાનના સંદેશ બાદ પણ RT-PCRમાં વધારો ન કરાયો હોવા અંગે વિગતવાર એક જાહેર હિત ની અરજી થઈ છે.
અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે, RAT રેપિડ એન્ટિજન ટેસ્ટિંગ કરતા RT-PCR, ટેસ્ટ વધુ એક્યુરેટ હોવા છતાં RAT ટેસ્ટ વધુ કરવામાં આવી રહ્યા છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ RT-PCR ટેસ્ટની સંખ્યામાં વધારો કરવા સૂચના આપી હોવા છતાં તેનો ગ્રાઉન્ડ લેવલે કોઈ અમલ નહિ થતો હોવાનું સામે આવ્યુ છે.
આ સાથે જ છેલ્લા ત્રણ દાયકાથી ગુજરાતમાં ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફની યોગ્ય કારણ વગર ભરતી ન કરાતી હોવાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં PIL થઈ છે જેમાં આ વાત નો ઉલ્લેખ કરાયો છે, કે ઉપર ના લેવલે સૂચનાઓ કે જાહેરાત તો થઈ જાય છે પણ તે વાસ્તવિક રૂપ થી દુર હોય છે.
ગુજરાત હાઇકોર્ટમાં રાજ્યમાં આરોગ્યને લઇને વધુ એક અરજી કરવામાં આવી છે જેમાં જણાવ્યા મુજબ સરકારી હોસ્પિટલમાં બ્યુરોક્રેટ્સના વલણથી ઉભી થતી મુશ્કેલીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
કોરોનાની સ્થિતિ ગુજરાતમાં દિવસેને દિવસે બદત્તર થઈ રહી છે. રાજ્યમાં રોજેરોજ રેકોર્ડબ્રેક કેસ અને મોતનો આંકડો નોંધાઈ રહ્યો છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી છે. જાહેરહિતની કરાયેલી આ અરજીમાં છેલ્લા ત્રણ દાયકાથી ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ, મેડિકલ પ્રોફેસરની ભરતી ન કરાઈ હોવાની તેમાં રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટમાં રાજ્યમાં આરોગ્યને લઇ ચાલતી મહામારીને લઇ વધુ એક અરજી કરવામાં આવી છે. જેમાં રાજ્ય સરકાર છેલ્લા 30 વર્ષોથી ઇન્ડિયન પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડ 2007 મુજબ કોઈ પણ યોગ્ય કારણ વિના ભરતી ન કરી રહી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય પણ કેટલાક વિષયોને અરજીમાં સામેલ કરવામાં આવ્યા છે.
અરજીમાં રાજ્ય સરકારે છેલ્લા ત્રણ દાયકાઓથી ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ મેડિકલ પ્રોફેસરની ભરતી ન કરી હોવાની રજુવાત કરવામાં આવી છે. કેટલી ભરતીઓ સામે કેટલી જગ્યાઓ ભરવામાં આવી છે તેની વિગતો સાથે નામદાર હાઇકોર્ટમાં અરજી કરાઈ છે. જેમાં PH મેડિકલ ઓફિસરની મંજુર થયેલી 68 જગ્યાઓ પૈકી માત્ર 25 જગ્યાઓની જ ભરતી કરવામાં આવી. આ ઉપરાંત જિલ્લા વાર 124 આરોગ્ય અધિકારીની ભરતીની મંજૂરી સામે માત્ર 51 અધિકારીઓની જ ભરતી કરવામાં આવી છે. આવા જ આંકડાઓ નર્સિંગ સ્ટાફ, મેડિકલ ઓફિસર, તાલુકા આરોગ્ય અધિકારીની મંજુર કરાયેલી જગ્યાની સામે પૂરી ભરતી કરવામાં નથી આવી.
અરજીમાં ડોક્ટરને સરકારી હોસ્પિટલમાં બ્યુરોક્રેટ્સના વલણથી ઉભી થતી મુશ્કેલીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આવા વલણથી સરકારી હોસ્પિટલમાં ડોક્ટર ક્યાંક તો સેવા આપવા ઇચ્છતા નથી અથવા તો જલ્દીથી છુટકારો મેળવવા માંગે છે. સરકારે પણ ક્યારેય આ સમસ્યાનો અભ્યાસ કરવાનો પ્રયત્ન નથી કર્યો. હાલ ઉભી થયેલી ડોક્ટર અને મેડિકલ સ્ટાફની જરુરિયાતને જોતા સરકાર કોન્ટ્રાકટ બેઝ ઉપર ફિક્સ પગાર ઉપર ભરતી કરી રહી છે જે ઈન્સિક્યૉર છે.
આમ સરકાર ના યોગ્ય અંકલન ના અભાવે દેશ માં આરોગ્ય માળખું ભાંગી પડતા ખુબજ મોટા પાયે જાનહાનિ થઈ હોવાનું સામે આવી રહ્યું છે.
દેશ માં કોરોના ની સ્વદેશી રસી વિદેશ માં કેટલાક દેશો ને મફત માં આપવાની જાહેરાત કરી ખોટા જશ ખાટવામાં આખરે ઘર આંગણે જ કોરોના નો બૉમ્બ ફાટતાં આખરે દુનિયામાં ફજેતી થઈ હોવાનું સામે આવ્યુ છે.