નવી દિલ્હીઃ ઇન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)ના સહયોગથી બાયોટેક દ્વારા વિકસીત દેશી કોરોના વેક્સીન કોવેક્સીનના પ્રથમ તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ સફળ રહ્યુ છે અને કોઇ પણ વયના વોલિયન્ટર્સ કે કોઇ વ્યક્તિને વેક્સીનની આડઅસર જોવા મળી નથી.
પોર્ટલ ‘મેડઆરએક્સઆઇવી’ પર ઉપલબ્ધ કરાયેલા પરિણામો મુજબ રસીએ એન્ટિબોડી તૈયાર કરવાનું કામ કર્યુ છે. વિષયના નિષ્ણાંતો દ્વારા ઔપચારિક રીતે રિસર્ચ રિપોર્ટનું મુલ્યાંકન કરતા પહેલા તેને જાહેર કરતા મેડઆરએક્સઆઇવી પોર્ટલ પર અપલોડ કર્યો છે. તારણો મુજબ ગંભીર અસરની એક ઘટના સામે આવી છે, જેને રસી સાથે કોઇ સંબંધ નથી. કોવેક્સીન (બીબીવી152)ની સુરક્ષા અને અસરનું મૂલ્યાંકન માટે પ્રથમ તબક્કાનું ક્લિનિકલ ટેસ્ટિંગ કરવામાં આવ્યુ છે. રિપોર્ટમાં જણાવ્યુ છે કે, બીબીવી152ને બે ડિગ્રીથી 8 ડિગ્રી સેલ્શિયસ તાપમાનની વચ્ચે રાખવામાં આવી છે.
રાષ્ટ્રીય રસીકરણ અભિયાન હેઠલ આ તાપમાન પર અલગ-અલગ રસીને રાખવામાં આવે છે. કનક્લુઝન સોર્શ કોવ-2વેક્સીન બીબીવી152નુ ક્લિનિકલ ટેસ્ટિંગ અને સુરક્ષાઃ સ્ટેટ-વન ના મતે પ્રથમ રસીકરણ બાદ કેટલાંક વોલિયન્ટર્સમાં સાધારણથી લઇને મધ્યમ પ્રકારની અસર દેખાઇ અને તરત જ સાજા થઇ ગયા. તેની માટે કોઇ દવાની જરૂર પડી નથી. બીજા ડોઝ બાદ પણ આ રિકવરી જોવા મળી. પરિણામ મુજબ, પ્રતિકુળ અસરનો એક ગંભીર કેસ સામે આવ્યો. વ્યક્તિને 30 જુલાઇના રોજ વેક્સીનના ડોઝ આપવામાં આવ્યો હતો. પાંચ દિવસ બાદ તેનામાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા અને સોર્સ-કોવ2થી તે સંક્રમિત હોવાની જાણ થઇ.
તેમાં કહેવાયુ છે કે, આ સાધારણ પ્રકારના લક્ષણો હતા પરંતુ દર્દીને 15 ઓગસ્ટે હોસપ્ટિલમાં દાખલ કરાયો ન્યુક્લિક એસિડ પરિણામ નેગેટિવ આવતા વ્યક્તિને 22 ઓગસ્ટે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ કેસ રસી સાથે સંબંધિત ન હતો. કૂલ 11 હોસ્પિટલોમાં અલદ-અલગ સ્થળે 375 વોલિયન્ટર્સને ટેસ્ટિંગમાં શામેલ કરવામાં આવ્યા હતા.