કોરોના ની એન્ટ્રી સાથે લોકડાઉંન માં બંધ કરાયેલી રેલ સેવા ચાલુ કરવા તંત્ર એ નિર્દેશ આપ્યા છે અને રેલવે એ 12મેથી પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરી રહી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઇ ના જણાવ્યા પ્રમાણે તા.11મેના રોજ 4 વાગ્યાથી રિઝર્વેશન શરૂ થઇ જશે. આ માટે ટ્રેન ટિકિટોને માત્ર IRCTCની વેબસાઇટ પરથી મેળવી શકાશે.રેલવે પ્રમાણે સ્ટેશનો પર બુકિંગ કાઉન્ટર હાલ બંધ રહેશે. પ્લેટફોર્મ ટિકિટ, કાઉન્ટર ટિકિટ નહીં મળે. પ્રવાસ દરમિયાન કોરોના પ્રસરે નહીં તે માટે ના તમામ નિયમો નું પાલન કરવું પડશે અને ચહેરા ઉપર માસ્ક ફરજીયાત રહેશે.સાથે જ ડિપાર્ચર વખતે સ્ક્રિનીંગ કરવામાં આવશે. માત્ર એ પ્રવાસીઓને મંજૂરી મળશે જેમાં લક્ષણો નહીં હોય.આ પેસેન્જર ટ્રેન નવી દિલ્હીથી અમદાવાદ, દિબ્રૂગઢ, અગરતલા, હાવડા, પટના, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગલુરૂ, ચેન્નઇ, તિરુઅનંતપુરમ, મડગાંવ, મુંબઇ સેન્ટ્રલ અને જમ્મુ તાવી માટે દોડાવવામાં આવશે , ઇન્ડિયન રેલવે ૧૨મીથી પેસેન્જર ટ્રેનની શરૂઆત કરશે તેવી જાહેરાત થતાંજ લોકો માં થોડી ખુશી પ્રસરી છે,પ્રથમ તબક્કામાં ૧૫ જેટલી ટ્રેન શરૂઆત કરાશે તેમ સૂત્રો એ જણાવ્યું હતું. આમ હવે લોકડાઉંન માં ખોરવાયું જનજીવન કોરોના ના નિયમો પાળવાની શરતે થોડું ધબકતું થાય તેવા અણસાર જોવા મળી રહ્યા છે
