દુનિયાભરમાં કોરોના નો કહેર યથાવત છે અને લોકડાઉન ની સ્થિતિ છે ત્યારે મુસ્લિમો ના પવિત્ર તહેવાર ઈદ-ઉલ-ફિત્રની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે,પી.એમ મોદી અને રાષ્ટ્રપતિ એ ઈદ પર્વ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે,હાલ કોરોના ની મહામારી માં નમાજ મસ્જિદ અથવા ઈદગાહ પર નહીં પરંતુ ઘરે જ અદા કરાઈ છે. જોકે આવું પહેલીવાર થયું છે અને આવી સ્થિતિ ઉભી થાય ત્યારે ઘરે કઇ રીતે નમાજ પઢી શકાય છે, તેની સાચી પ્રક્રિયા ટોચના ધર્મગુરુઓ મૌલાના કાજી ના જણાવ્યા મુજબ ઈસ્લામ ઘરે આવી સ્થિતિ માં નમાજ પઢવાની મંજૂરી આપે છે. મોટી બીમારી, યુદ્ધ કે કોરોનાવાયરસ જેવી પરિસ્થિતિમાં જેવી રીતે બધી નમાજ ઘરે જ પઢવામા આવે છે એવી જ રીતે ઈદની નમાજ પણ ઘરે જ અદા કરી શકાય છે. જો તેને જમાતમાં પઢવી હોય તો 3 થી 5 લોકો અથવા તેનાથી વધારે સમૂહમાં કોઇ એકને ઇમામ બનાવીને ઈદની નમાજ અદા કરી શકાય છે, બીજું કે એકલા હો, સંગાથ ન મળે ત્યારે શું ?કરવું આવી સ્થિતિ માં શરીયત પ્રમાણે બહુ બીમાર અથવા મજબૂર હોવા પર ઈદની નમાજ માફ થશે. જો કોઇ કારણે એકલા હો અથવા સમૂહમાં ઈમામ સાહબ પાછળ નમાજ અદા કરવાનું શક્ય ન બને તો કાજી સાહેબ કહે છે કે જેવી રીતે જુમાની નમાજ છૂટવા પર અથવા કોઇ કારણે એકસાથે પઢવામા શક્ય ન હોય તો ઘરે જ જૌહર(બપોરની નમાજ) અદા કરવામા આવે છે, એવી જ રીતે મીઠી ઈદની નમાજ એકલા ઘરે જ ઈદ ઉલ ફિત્રની નીયત બાંધીને અદા કરી શકાય છે.
દુવામાં પણ તેને ચાષ્ત નમાજ તરીકે 2 અથવા 4 રકાત નમાજમાં પણ અદા કરી શકાય છે. સમૂહમા અથવા ઇમામ સાહબ ન મળે ત્યારે એકાંતમાં ખુતબા(શુક્રવાર અને ઈદની નમાજ દરમિયાન આપવામા આવતું બયાન) વિના પણ નમાજ બાદ સીધી દુઆ માંગી શકાય છે.
5 સ્ટેપમાં ઈદની નમાજ ઘરે પઢવાની પ્રક્રિયા પણ આ રીતે થઇ શકે છે જેમાં
(1)- નીયત:-નમાજ શરૂ કરવા પહેલા અથવા શેના માટે પઢવામા આવી રહી છે તે કાનને સંભળાય એટલા અવાજમાં કહેવામા આવે છે. તેને નીયત કહેવાય છે. ઈદ ઉલ ફિત્રની નીયત- નીયત કરું છું કે હું ઈદ ઉલ ફિત્રની બે રકાત વાજીબ નમાજ માટે અલ્લાહના મો મારું કાબા-એ-શરીફ તરફ.
– સ્ટેપ 2- પહેલી વાર હાથ બાંધી લો
નીયત પઢ્યા બાદ તમારા બન્ને ખુલ્લા હાથ બન્ને કાન પાસે લઇ જતા અલ્લાહુ અકબર કહીને હાથ બાંધી લો. પછી સના પઢો.
સ્ટેપ 3- ત્રણ વધારે તકબીર
સના પઢ્યા બાદ ફરી એક વાર અલ્લાહુ અકબર કહીને બન્ને હાથ કાન સુધી લઇ જાવ પરંતુ બાંધો નહીં. હાથ નીચે છોડી દો. આવી જ રીતે ફરી એક વાર કરો. પરંતુ બન્ને વખત હાથ છોડ્યા બાદ જ્યારે ત્રીજી વાર અલ્લાહુ અકબર કહીને હાથ કાન સુધી લઇ જવા ત્યારે બન્ને હાથ બાંધી લેવાના છે.
સ્ટેપ 4- એક રકાત
હાથ બાંધ્યા બાદ સૂરે ફાતેહા પઢો, તેની સાથે એક બીજો સૂરા પઢો. પછી રકૂમાં જાવ, સજદા કરો. આવી રીતે એક રકાત પૂર્ણ થઇ.
સ્ટેપ 5- બીજી રકાતમાં હશે 6માંથી બચેલી બાકીની ત્રણ તકબીરાત
બીજી રકાતમાં પણ આવી જ રીતે સૂરે ફાતેહા અને એક સૂરા પઢો. પછી રુકૂમાં જવા પહેલા ત્રણ વાર અલ્લાહુ અકબર કહીને હાથ ઉઠાવો અને છોડી દો. પછી ચોથી વાર જ્યારે અલ્લાહુ અકબર કહેશો ત્યારે હાથ ઉઠાવવાના નથી, સીધા રુકૂમાં જવાનું છે. ત્યારબાદ બન્ને સજદા કરો. સલામ ફેરી લો.ખુતબાનું શું ?
સલામ ફેરી લીધા બાદ હવે સમય છે ખુતબાનો. જો ઘરે ઇમામ સાહબ હોય તો તેઓ ખુતબા પઢશે અને ત્યારબાદ દુઆ થશે. જો તમે ઘરે એકલા હો તો સલામ ફેર્યા બાદ દુઆ કરવામા આવશે.
સામાન્ય રીતે દર વર્ષે ભલે ઈદની નમાજ બાદ હાથ મિલાવવાનો અને ભેંટવાની પરંપરા ચાલતી હોય પરંતુ કોરોનાવાયરસના ખતરાને ધ્યાનમાં રાખીને આ વખતે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા ઉપર પણ ભાર મુકાયો છે.
ત્યારે સમગ્ર વિશ્વ સાથે ભારત માં પણ કોરોના વાયરસ ની સ્થિતિ ને ધ્યાન માં રાખી રમઝાન ઇદ ની પરંપરાગત રીતે મુસ્લિમ બિરાદરો ઉજવણી કરી રહ્યા છે. અહીં કેટલીક વાતો પ્રસ્તુત છે જે રમજાન ઈદ નો ટૂંકમાં સાર છે.
(1)રમજાન મહિનાનો અંતિમ દિવસે જ્યારે આકાશામં ચાંદ જોવા મળે તેના બીજા દિવસે ઈદ ઉજવાય છે. ચાંદ જોવાની તારીખને ચાંદ રાત કહે છે
(2)સઉદી અરબમાં એક દિવસ પહેલા ચાંદ દેખાય છે. તેથી ત્યા ઈદ ભારત કરતા એક દિવસ પહેલા ઉજવાય છે
(3) હિન્દુ પંચાગની દ્વિતીયા તિથિ જેને દોજ નો ચાંદ કહે છે. એ જ ચાંદ રત હોય છે. દર ત્રણ વર્ષમાં ચાંદ 30મી રાત્રે દેખાય છે. તેથી રોજા ત્રીસ દિવસના થઈ જાય છે
(4) ચાંદ રાત થતા જ ઈદની તૈયારીઓ શરૂ થઈ જાય છે
(5)ઈસ્લામિક કેલેંડર મુજબ રમજાનનો મહિનો 30 દિવસનો હોય હ્ચે. આવામાં મુસલમાન પુરા 30 દિવસ રોજા રાખે છે
(6 )હિજરી કેલેંડરના મુજબ ઈદ વર્ષમાં બે વાર આવે છે. એક ઈદ હોય છે ઈદ ઉલ ફિતર અને બીજી ઈદ ઉલ જુહા
(7)એવુ માનવામાં આવે છે કે રમજાનના મહિનામાં જ શબ એ કદ્રને કુરઆન એ પાક નાજિલ થયો હતો
(8)રમજાન મહિનામાં 21, 23, 25, 27 અને 29મી શબ ને શબ એ કદ્ર કહેવાય છે. અંતિમ દસ દિવસ એતકાફ (એકાંત સાધના)હોય છે.
(9) ઈદને નમાજ પહેલા ફિતર (દાન) આપવામાં આવે છે. જેની આર્થિક સ્થિતિ સારી છે તે પોતાની આવકનો થોડો ભાગ દાન કરે છે.
(10 )ઈદની નમાજ કાજી કરાવે છે. ઈદને એનમાજ પછી ખુતબા થાય છે.
(11) કોઈપણ નમાજની જેમ ઈદમાં પણ બાવજૂહ અને પાકસાફ કપડા હોવા જોઈએ.આમ રમજાન ઈદ ની ભારત સહિત ગુજરાત માં લોકડાઉન વચ્ચે નિયમો પાળીને ઘરમાં સોશ્યલ ડિસ્ટન્સ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી