ઉત્તરપ્રદેશમાં પોલીસ અધિકારીઓની બદલીનો દૌર પુરજોશમાં ચાલી રહ્યો છે,ત્યારે આજે શનિવારે જિલ્લાના કેપ્ટનોની મોટા પાયે બદલી કરી છે. મુઝફ્ફરનગર, સહારનપુર, મથુરા, ગોરખપુર, ગોંડા, અયોધ્યા, પ્રયાગરાજ તેમજ ગાઝીપુર, બિજનૌર, મિર્ઝાપુર, કાસગંજ અને અમેઠી જિલ્લાના પોલીસ અધિક્ષકની બદલી કરવામાં આવી છે.શૈલેષ કુમાર પાંડેને અયોધ્યાથી પ્રયાગરાજ, અજય કુમારને પ્રયાગરાજથી સીબીસીઆઈડી લખનઉ, રોહન બોત્રેને કાસગંજથી ગાઝીપુર, પ્રશાંત વર્માને કન્નૌજથી અયોધ્યા, સહારનપુરના એસએસસી આકાશ તોમરને ગોંડાના એસપી બનાવવામાં આવ્યા છે.મથુરાના એસપી ગૌરવ ગ્રોવર ગોરખપુરના એસએસપી હશે. મુઝફ્ફરનગરના એસએસપી અભિષેક યાદવને મથુરાના એસપી બનાવવામાં આવ્યા છે. અમરોહાના SSP વિનીત જયસ્વાલને મુઝફ્ફરનગરના SP બનાવવામાં આવ્યા છે.
અમેઠીના એસપી દિનેશ સિંગર બિજનૌરના એસપી હશે. ઈલામરન જીને અમેઠીના એસપી બનાવાયા છે. સંતોષ કુમાર મિશ્રાની ગોંડાથી મિર્ઝાપુર એસપી તરીકે બદલી કરવામાં આવી છે. બીબી જીડીએસ મૂર્તિને કાનપુર પોલીસ કમિશનરમાંથી કાસગંજના એસપી બનાવવામાં આવ્યા છે. આદિત્ય લગેને વારાણસીથી અમરોહાના એસપી બનાવાયા છે.