હાલ લોકડાઉન માં શ્રમિકો ના મોત ની ઘટનાઓ વધી ગઈ છે ત્યારે વધુ એક અકસ્માત ની બનેલી ઘટના માં ઉત્તર પ્રદેશના ઓરૈયામાં વહેલી સવારે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત માં 24 મજૂરોના મોત થયા છે. મજૂર ભરેલી ટ્રક બીજી ટ્રક વચ્ચે સામસામે અથડાતા આ બનાવ બન્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ મજૂરો ચૂનાથી ભરેલી ટ્રકમાં સવાર હતા. ચિરુહલી વિસ્તારમાં ઉભેલી અન્ય ટ્રક સાથે આ ટ્રક અથડાઈ હતી.
ઓરૈયાના ડીએમ અભિષેક સિંહના કહ્યા મુજબ અકસ્માત વહેલી સવારે 3.30 વાગ્યે થયો હતો. જેમા 24 લોકોના મોત થયા છે અને 20 ઘાયલ થયા છે. મોટાભાગના બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના રહેવાસી છે. અકસ્માતમાં ઘાયલ એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ટ્રકમાં 40 લોકો સવાર હતા. આ ઘટના ને પગલે ભારે અરેરાટી ફેલાઈ જવા પામી છે.
