દેશ માં ભારે ચર્ચા જગાવનાર હાથરસ ના 19 વર્ષની દલિત યુવતી સાથે કથિત બળાત્કાર અને હત્યા મામલે આજે અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ ખંડપીઠમાં મહત્ત્વની સુનાવણી થવાર હોય તંત્ર માં ભારે દોડધામ નો માહોલ જોવા મળ્યો હતો.
પીડિત પરિવાર સવારે ભારે સુરક્ષા વચ્ચે લખનઉ રવાના થઈ ગયો છે. 1 ઓક્ટોમ્બરે કોર્ટે મામલાને જાતે નોટિસ કર્યો હતો.
કોર્ટે રાજ્યના અપર મુખ્ય સેક્રેટરી ગૃહ અવનીશ અવસ્થી, ડીજીપી એચ. સી. અવસ્થી, એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમાર સિવાય હાથરસના ડીએમ અને એસપીને સમન્સ પાઠવ્યું છે. પીડિત પરિવારે પણ કોર્ટમાં જુબાની માટે હાજર રહેવાનું હોય બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.
અત્રે નોંધનીય છે કે ફાઈલ થયા પછી સીબીઆઈની એન્ટી કરપ્શન બ્રાન્ચે હાથરસ જઈને તપાસ શરૂ કરી દીધી છે. તપાસ મહિલા ડેપ્યુટી એસપી સીમા પાહુજા કરી રહ્યાં છે. સીબીઆઈએ રવિવારે જ પોલીસ પાસેથી એફઆઈઆર અને દસ્તાવેજ લઈ લીધા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે સીબીઆઈની ટીમ ઘટનાસ્થળે તપાસ કરવા પહોંચશે. સીબીઆઈ ટીમની સાથે ફોરેન્સિક ટીમ પણ હાજર રહેશે અને ઘટનાસ્થળના નિરીક્ષણ પછી પુરાવા ભેગા કરવાનું કામ કરશે. આમ આ મામલો ભારે ચર્ચા માં રહ્યો છે અને રાજકીય રંગ પકડ્યો છે.
