મહારાષ્ટ્રમાં નવા મુખ્યમંત્રી એક્નાથ શિંદેની જાહેરાત થઈ ચૂકી છે અને અભિનંદનની વર્ષા થઈ રહી છે ત્યારે આ બધા વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પહેલીવાર મૌન તોડ્યું છે. તેમણે મુખ્યમંત્રી એકનાથ શિંદેને શિવસેનાના મુખ્યમંત્રી તરીકે સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. સાથે જ એમ પણ કહ્યું કે જો ભાજપે આ પહેલા જ કર્યું હોત તો રાજ્યમાં મહા વિકાસ અઘાડીની જરૂર ન પડી હોત.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, મેં અમિત શાહને તે વિશે પહેલેથી જ કહ્યું હતું. અમે ભાજપ-શિવસેના ગઠબંધનમાં અઢી વર્ષ માટે શિવસેનાના મુખ્ય પ્રધાન ઇચ્છતા હતા. જો તેઓએ અગાઉથી રીતે કર્યું હોત તો અમને મહા વિકાસ અઘાડીની જરૂર ન પડી હોત.
ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદેની સરકાર અંગે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યુ કે આ બધું મારા સમયમાં સન્માનજનક રીતે થઈ શક્યું હોત.