ઉદ્યોગપતિ અને ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું મુંબઈ નજીક એક માર્ગ અકસ્માતમાં મોત થયું તે અંગે અપડેટ ન્યૂઝમાં કાર ડિવાઈડર સાથે અથડાતા દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે, આ અકસ્માત મુંબઈ નજીક પાલઘરમાં થયો હતો.
ઘટના સમયે તેમની કારની સ્પીડ માં હતી, ત્યારબાદ તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઘટના સમયે ડ્રાઇવર વાહન ચલાવી રહ્યો હતો અને તે સમયે કારમાં ચાર લોકો હતા.
પાલઘર પોલીસ અધિકારીએ જણાવ્યું કે ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી અમદાવાદથી મુંબઈ જઈ રહ્યા હતા. મુસાફરી દરમિયાન તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. કારમાં 4 લોકો સવાર હતા. બેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને બેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓને મૃત જાહેર કર્યા હતા.આ અકસ્માત બપોરે 3.15 વાગ્યાની આસપાસ થયો હતો. મિસ્ત્રી અમદાવાદથી મુંબઈ જઈ રહ્યા હતા.