મહારાષ્ટ્રમાં રાજકીય ક્ષેત્રે ભારે ઘમાસાણ મચાવનાર સત્તાધારી શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે 40 બળવાખોર ધારાસભ્યો સાથે આસામના ગુવાહાટી પહોંચી ચુક્યા છે.
ગુવાહાટી એરપોર્ટની બહાર પત્રકારો સાથે વાત કરતા શિંદેએ કહ્યું કે, અહીં મારી સાથે 40 ધારાસભ્યો હાજર છે અને વધુ10 ધારાસભ્યો ટૂંક સમયમાં મારી સાથે જોડાશે.
હું કોઈની ટીકા કરવા માંગતો નથી પણ અમે સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરેના સિદ્ધાંતો મુજબ શિવસેનાને ચાલુ રાખવા આતુર છીએ.
બીજી તરફ મહારાષ્ટ્રમાં રાજકીય સંકટનો સામનો કરી રહેલા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે બપોરે 1 વાગ્યે કેબિનેટની બેઠક બોલાવી છે.
બળવાખોર શિવ સૈનિકોનું કહેવું છે કે તેઓ અગાઉની બાળા સાહેબના સિદ્ધાંતો વાળી પ્યોર હિન્દુવાદી શિવસેના ઇચ્છી રહયા છે અને તે ત્યારેજ શક્ય છે જો ભાજપ સાથે જોડાણ થાય.
આમ,બળવાખોર ધારાસભ્યો ભાજપ સાથે ગઠબંધન ઇચ્છી રહયા છે અને તે વાત ઉપર મક્કમ છે.