એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આજે વિધાનસભામાં બહુમત પરીક્ષણ પણ છે. દરમિયાન શિવસેનાએ તેના મુખપત્ર ‘સામના’માં રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી પર પ્રહાર કર્યા છે. જેમાં લખ્યું છે કે, ‘આપણા રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી મહારાષ્ટ્રમાં સરકાર બદલવાથી સૌથી વધુ ખુશ છે.
લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના કરવામાં આવી છે. એકનાથ શિંદેએ મુખ્યમંત્રી અને દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આજે વિધાનસભામાં બહુમત પરીક્ષણ પણ છે. દરમિયાન શિવસેનાએ તેના મુખપત્ર ‘સામના’માં રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી પર પ્રહાર કર્યા છે.
સામનામાં શિવસેનાએ એનસીપી ચીફ શરદ પવારને ટાંકતા કહ્યું છે કે તેઓ કહે છે કે ‘હું ચાર વખત મુખ્યમંત્રી હતો, પરંતુ રાજ્યપાલે ક્યારેય પેડા ખવડાવ્યા નથી’.
શિવસેનાએ સામનામાં લખ્યું છે કે, મહારાષ્ટ્રમાં સરકાર બદલવાથી અમારા રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી સૌથી વધુ ખુશ છે. અંગ્રેજોએ ક્રાંતિકારી ભગતસિંહને જ્યારે ફાંસી આપી ત્યારે અંગ્રેજ જેવી રીતે ખુશ હતા.
એ જ રીતે અંગ્રેજોની જેમ ગવર્નર પણ ખુશ છે. આગળ લખ્યું છે કે, જ્યારે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા ત્યારે રાજ્યપાલ ખુશ નહોતા. શુ તે વખતે રાજભવન સ્થિત મીઠાઈની દુકાનો બંધ થઈ ગઈ હતી ?