નવી દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીની બીજી લહેર બાદ હવે ત્રીજી લહેર આવવાની ચેતવણી આપવામાં આવી છે. આ મહામારીની વધુ એક લહેરનો સામનો કરવા માટે ભારત સરકાર પૂર્વ તૈયારીઓ કહી રહી હોય એવુ લાગી રહ્યુ છે ઓક્સીમીટર- ડિજિટલ થર્મોટર સહિત 5 ચીજો જે કોવિડ-19માં ઉપયોગી છે તે સસ્તી કરવા માટે પગલાં લેવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારે આજે મંગળવારે ઓક્સીમેટર અને ડિજિટલ થર્મોમીટર સહિત પાંચ મહત્વપૂર્ણ મેડિકલ ઉપકરણો પર ટ્રેડ માર્જિન એટલે કે ટ્રેડ માર્જિન 70 ટકા નક્કી કર્યુ છે. તેનાથી કોવિડ-19ની સારવાર અને રોકવામાં ઉપયોગી થતા ઉપકરણોની કિંમતોમાં ઘટાડો આવશે.
રાષ્ટ્રીય દવા ભાવ નિર્ધારણ સત્તામંડળ (એનપીપીએ) એ પાંચ મેડિકલ ઉપકરણો – ઓક્સીમીટર, ગ્લૂકોમીટર, બીપી તપાસ મશીન, નેબુલાઇઝર અને ડિજિટલ થર્મોમીટરના ટ્રેડ માર્જિન પર મર્યાદા મૂકવા માટે ડીપીસીઓ (ડ્રગ પ્રાઇસ કન્ટ્રોલ એક્ટ) 2013ની કલમ 19 હેઠળ અસાધારણ સત્તાનો ઉપયોગ કર્યો છે.
સત્તામંડળે આજે મંગળવારે ટ્વિટમાં લખ્યુ કે, એનપીપીએ ઓક્સીમીટર, ગ્લૂકોમીટર, બીપી તપાસ મશીન, નેબુલાઇઝર અને ડિજિટલ થર્મોમીટરના કિસ્સામાં વેપારીઓના નફાના માર્જિનને તર્કસંગત બનવવા માટે પગાલં લીધા છે. વિક્રેતાઓના સ્તરે નફાનું માર્જિન 70 ટકા નક્કી કરવામાં આવ્યુ છે.
એનપીપીએના મતે સંશોધિત કિંમતો 20 જુલાઇથી લાગુ થશે. આ ઉપકરણો પર હાલ 3 ટકાથી ળઇને 709 ટકા સુધીનું માર્જિન લાગે છે. એનપીપીએ એ પોતાના આદેશમાં કહ્યુ કે, કોરોના મહામારી દરમિયાન મેડિકલ ઉપકરણોને સસ્તા બનાવવાના ઉદ્દેશ્યથી આ પગલું લેવામાં આવ્યુ છે.