નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે બુધવારે સંસદને માહિતી આપી કે અન્ય પછાત વર્ગ (ઓબીસી)માં ક્રિમી લેટરનુ નિર્ધારણ કરવા માટે આવક માપદંડમાં સંશોધન કરવાના એક પ્રસ્તાવ વિચારણા હેઠળ છે. રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં સામાજીક અને અધિકાર રાજ્યમંત્રી પ્રતિમા ભૌમિકે આ માહિતી આપી છે.
તેલંગાણા રાષ્ટ્ર સમિતિના સદભ્ય પ્રકાશ બાંદાએ કેન્દ્ર સરકાર પાસેથી જાણકારી માંગી હતી કે શુ અન્ય પછાત વર્ગના કલ્યાણ સંબંધીત સંસદીય સ્થાપી સમિતિએ પણ ઓબીસી ક્રિમી લેટરની આવકમર્યાદા વધારવા માટે ભલામણ કરી છે. તેના પ્રત્યુત્તરમાં ભૌમિકે કહ્યુ કે, જી હાં. ઓબીસીનો વર્ગ ક્રિમીલેયરના નિર્ધારણ કરવા માટે આવક માપદંડમાં સંશોધન હેતુ એક પ્રસ્તાવ સરકાર પાસે વિચારાધીન છે.
નોંધનિય છે કે, ક્રિમી લેયરમાં ઓબીસીના સામાજિક અને આર્થિક રીતે પ્રગતિ કરી ગયેલા સભ્યો શામેલ કરાય છે. હાલ 8 લાખ વાર્ષિક આવક વાળા ઓબીસી પરિવારોને ક્રિમીલેયરનો હિસ્સો માનવામાં આવે છે. ક્રિમી લેયરના દાયરામાં આવતા પરિવારોને સરકાર સરકારી શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાણ અને સરકારી નોકરીઓમાં મળતા 27 ટકા અનામતનો ફાયદો મળી શકતો નથી.
ક્રિમી લેયરમાં વાર્ષિક આવકની મર્યાદા દર 3વર્ષમાં સમીક્ષા કરવાની જોગવાઇ છે, તેની પહેલા 2017માં ક્રિમી લેટર હેઠળ વાર્ષિક આવકની મર્યાદા વધારીને 8 લાખ કરાઇ હતી. તો 2013માં આવકની મર્યાદા વધારીને 6 લાખ કરવામાં આવી હતી.