રાજકીય દાવપેચ અને કાવાદાવા વચ્ચે બિહાર વિધાનસભામાં નવા ધારાસભ્યોના શપથ દરમિયાન ઓવેસી ની પાર્ટી ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદ-ઉલ મુસ્લિમીન (AIMIM)ના ધારાસભ્ય અખ્તરૂલ ઇમાને હિન્દુસ્તાન શબ્દ બોલવા સામે પોતાનો વાંધો ઉઠાવી હિન્દુસ્તાન બોલવાનો ઇનકાર કરી દીધો હતો તેમનું કહેવું હતુ કે હિન્દી, અંગ્રેજી, મૈથિલી, સંસ્કૃત વર્તમાન શપથ પત્રમાં ભારત શબ્દ લખ્યો છે, તો ઉર્દુમાં હિન્દુસ્તાન કેમ લખવામાં આવ્યું છે. અક્તરૂલ ઇમાનના વાંધા બાદ પ્રોટેમ સ્પીકર જીતન રામ માંઝીએ તેમને ભારત શબ્દ બોલીને જ શપથ લેવાની પરમિશન આપી હતી.
આ અંગે બીજેપીના ધારાસભ્ય નીરજ કુમાર બબલૂએ પોતાની પ્રતિક્રિયા માં જણાવ્યું કે જે લોકોને હિન્દુસ્તાન શબ્દ બોલવાથી વાંધો છે તેઓ તાત્કાલિક પાકિસ્તાન જતા રહે. જોકે જેડીયૂ ધારાસભ્ય મદન સહનીએ ફક્ત ચર્ચામાં રહેવા માટે ઉઠાવવામાં આવેલી વાત ગણાવી. તેણે કહ્યું કે, હિન્દુસ્તાન શબ્દની સાથે જ શપથ લેવામાં આવી હોત તો યોગ્ય રહ્યું હતુ.
આમ ઓવેસી ની પાર્ટી ફરી એકવાર વિવાદ માં આવી હતી અને મામલો ગરમાયો હતો.
