નામદાર કોર્ટ ના ચુકાદા બાદ ભગવાન શ્રી રામ મંદિર બનવવા નો માર્ગ મોકળો થયો છે અને આગામી તા.5 મી ના રોજ ભગવાન શ્રી રામ મંદિર નું ભૂમિ પૂજન છે ત્યારે સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રસ્તાવિત અયોધ્યા યાત્રાનો વિરોધ કર્યો છે. ઓવૈસીએ કહ્યું છે કે પ્રધાનમંત્રી તરીકે અયોધ્યામાં ભૂમિપૂજન કાર્યક્રમમાં તેઓનું સામેલ થવું વડાપ્રધાનના સંવૈધાનિક શપથનું ઉલ્લંઘન હશે. ઓવૈસીએ કહ્યું કે ધર્મનિરપેક્ષતાએ બંધારણની મૂળ રચનાનો એક ભાગ છે એમ કહી ઓવેસી એ વિવાદ ઉભો કર્યો છે
જોકે, કોરોના સંક્રમણ ને ધ્યાને લઇ હાલ તા. 5 મી ઓગસ્ટ ના રોજ યોજાનારા કાર્યક્રમમાં અયોધ્યામાં મહેમાનોની સંખ્યા 200 સુધી જ સીમિત રાખવામાં આવી છે. પ્રધાનમંત્રીના અયોધ્યા પ્રવાસની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ વાંધો ઉઠાવી પ્રધાનમંત્રી કાર્યાલયને ટ્વીટ કરી લખ્યું કે પ્રધાનમંત્રી તરીકે સત્તાવાર રીતે ભૂમિ પૂજન કાર્યક્રમમાં સામેલ થવું તે સંવૈધાનિક શપથનું ઉલ્લંઘન હશે. ધર્મનિરપેક્ષતા એ બંધારણની મૂળ રચનાનો એક ભાગ છે.
ઓવૈસી એ વધુમાં એવુંપણ વિવાદાસ્પદ નિવેદન કર્યું કે પોતે એ વાતને ભૂલી શકતા નથી કે બાબરી 400 વર્ષ સુધી અયોધ્યામાં ઉભી હતી અને 1992મા તેને એક ભીડ દ્વારા તોડી પાડવામાં આવી હતી.
ઓવેસી ના આ પ્રકારના નિવેદન ને લઈ ભડકો થયો છે અને લોકો માં આક્રોશ ભડકી ઉઠ્યો છે અગાઉ પણ ઓવેસી એ આવા વિવાદ ઉભા કરી હીન્દુઓ ની નારાજગી વહોરી છે ત્યારે ફરીએકવાર ઓવેસી ના આ નિવેદન ને લઈ યુવાનો માં આક્રોસ જોવા મળ્યો હતો.
