કોરોના ની મહામારી માં અનેક નિર્દોષ લોકો મોત ને ભેટી રહ્યા છે ત્યારે લોકડાઉન માં વતન તરફ જઈ રહેલા મજૂરો વતન પહોંચે તે પહેલાં મોત ને ભેટયા હતા. વિગતો મુજબ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં રેલવે ટ્રેક પર 15 પ્રવાસી મજૂરો માલગાડી ની નીચે આવી જતા તેઓના કમકમાટી ભર્યા મોત થયા હતા,તમામ શ્રમિકોલોકડાઉન હોવાથી વતન મધ્યપ્રદેશ જઈ રહ્યા હતા. દુર્ઘટના ઔરંગાબાદની પાસે આવેલા કરમાડ સ્ટેશન પાસે બની હતી. ઘટના એ વખતે બની જ્યારે મજૂર રેલવે ટ્રેક પાસે સૂઈ રહ્યા હતા. બે લોકો ઘાયલ થયા છે. કરમાડ પોલીસે જણાવ્યું કે, મજૂર જાલનાથી ભુસાવલ જઈ રહ્યા હતા. તેમને મધ્યપ્રદેશ જવાનું હતું. મજૂર રેલવે ટ્રેકની બાજુમાં જ ચાલીને જઇ રહ્યા હતા પણ થાકી ગયા તો પાટા પર જ સુઈ ગયા હતા. શુક્રવારે સવારે પાંચ વાગ્યે તે માલગાડી નીચે આવી ગયા હતા. મૃતકો એક સ્ટીલ ફેક્ટરીમાં કામ કરતા હોવાની વિગતો સામે આવી છે જે હાલ લોકડાઉન માં બંધ થતાં તેઓ વતન જતા હતા.
રેલવે મંત્રાલયે જણાવ્યું કે માલગાડીના ડ્રાઈવરે તેમને જોઈ લીધા હતા, બચાવવાના પ્રયાસ પણ કર્યા, પર દુર્ઘટના બની ગઈ હતી. કેસની તપાસની આદેશ આપી દેવાયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુર્ઘટના દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે રેલવે મંત્રી પીયૂષ ગોયલ સાથે વાત કરી હતી. હાલમાં લોકડાઉન ની સ્થિતિ માં રોજગારી માટે દેશ ના વિભિન્ન ભાગો માં ફસાયેલા શ્રમિકો ની જિંદગી ખરાબ થઈ ગઈ છે અને કેટલાય લોકો બરબાદ થઈ ગયા હોવાના અહેવાલ બહાર આવી રહ્યા છે.ઘટના ની જાણ થતાંજ મોટી સંખ્યા માં પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો.
