ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યા કરનારા બંને આરોપી મોહમ્મદ રિયાઝ અને ગૌસ મોહમ્મદ ‘દાવત-એ-ઈસ્લામી’ નામના સંગઠન સાથે જોડાયેલા હોવાની વાત સામે આવી છે.
હત્યાને અંજામ આપ્યા બાદ બંને આરોપીઓ અજમેર દરગાહ ખાતે પણ જવાના હતા, પોલીસે બન્ને આરોપીઓની રાજસમંદ જિલ્લા માંથી ધરપકડ કરી હતી.
NIA અને SIT ટીમ આજે બંને આરોપીઓની પૂછપરછ કરશે
SITની ટીમ ઉદયપુર પહોંચી ગઈ છે. NIA આ હત્યા કેસની પણ તપાસમાં જોડાશે.
મુખ્યમંત્રી ગેહલોતે તેમનો જોધપુર પ્રવાસ રદ્દ કર્યો છે. તેઓ થોડા સમયમાં જયપુર જવા રવાના થશે, જ્યાં તેઓ જયપુરમાં ગૃહ મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક કરશે.
ઉદયપુરમાં થયેલી જઘન્ય હત્યા બાદ શહેરમાં દરેક જગ્યાએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાત પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. તે જ સમયે, સમગ્ર રાજસ્થાનમાં 24 કલાક માટે ઇન્ટરનેટ બંધ છે.