ઉદયપુર કનૈયાલાલા હત્યાકાંડના ચારેય આરોપીઓને શનિવારે બપોરે દોઢ વાગે જયપુર NIA કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. તેમને રજૂ કરતી વખતે ટોળાએ આરોપીઓને ફાંસી આપવાની માંગણી કરીને આરોપીઓને કોર્ટમાં જ માર્યા હતા.
આરોપીઓના કપડા પણ ફાડી નાખવામાં આવ્યા હતા. જોકે પોલીસે વચ્ચે પડીને તેમને બચાવ્યા અને કોર્ટ રૂમમાં લઈ ગયા હતા.
આરોપીઓ પોતાના પગ ઉપર બરાબર ઉભા પણ રહી શકતા ન હતા,તેઓ જે રીતે વિડીયોમાં બોલી રહયા હતા તે મુજબ હાલ ઢીલા પડી ગયેલા જણાતા હતા.
આરોપીઓ જે રીતે વિડીયોમાં બોલી રહયા છે તે જોઈ લોકોમાં ભારે રોષ છે અને નરેન્દ્ર મોદી વિશે પણ આરોપીઓ આપત્તિજનક ટિપ્પણી કરતા નજરે પડતા હોય લોકોમાં ખુબજ ગુસ્સો છે.
કોર્ટે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને હત્યારાઓના 12 જુલાઈ સુધી 10 દિવસના રિમાન્ડ આપ્યા છે. તાલિબાની હત્યાકાંડના મુખ્ય આરોપી ગૌસ મોહમ્મદ અને રિયાઝ જબ્બારને કડક સુરક્ષા વચ્ચે અજમેરથી જયપુર લઈ જવામાં આવ્યા છે. બંને અહીં હાઈ સિક્યુરિટી જેલમાં બંધ છે. બે અન્ય આરોપી મોહસિન અને આસિફ છે લોકોમાં ભારે ગુસ્સો છે.
રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યા સાથે જોડાયેલા ચાર આરોપીઓને આજે જયપુર NIA કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન લોકોના ટોળાએ આરોપીને માર માર્યો હતો. તે જ સમયે, સુનાવણી પછી, કોર્ટે ચારેય આરોપીઓને 12 જુલાઈ સુધી NIAની કસ્ટડીમાં મોકલી દીધા છે. હવે દસ દિવસ સુધી NIAની ટીમ ચારેય આરોપીઓની સઘન પૂછપરછ કરશે.