ઉદયપુરમાં કન્હૈયા લાલ હત્યા કેસ પ્રકરણમાં SITએ મોડી રાત્રે વધુ 2 આરોપીઓ મોહસીન અને આસિફ
ની ધરપકડ કરી છે.
બંનેને શુક્રવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી કોર્ટે બંનેને એક દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ આપ્યા છે. ATS તેને આજે શનિવારે જયપુરની NIA કોર્ટમાં રજૂ કરશે.
આ સિવાય વધુ ત્રણ યુવકોને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે.
અત્યાર સુધીમાં આ કેસમાં કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
કન્હૈયા લાલ હત્યા કેસમાં ઈજાના રિપોર્ટ મળ્યા બાદ SITએ કલમો પણ વધારી દીધી છે.
હથિયાર મળ્યા બાદ આ મામલે આર્મ્સ એક્ટની પણ અરજી કરવામાં આવી છે. કાવતરાખોરોના નામ બહાર આવ્યા બાદ હવે નવી કલમ 120B પણ ઉમેરવામાં આવી છે. આ સિવાય એફઆઈઆરમાં કલમ 307, 326 પણ ઉમેરવામાં આવી છે.
આમ,આ ચકચારી કેસમાં આખા સંડોવાયેલા ઈસમોની પુછતાછ અને ધરપકડનો દૌર શરૂ થતાં સબંધિતો ફફડી ઉઠ્યા છે.