કોરોના કાળ માં પણ રાજકારણીઓ નવરા પડી ગયા છે અને નાગરિકો માં અશાંતિ ફેલાવતા હોવાની લોકો માં બૂમ ઉઠવા પામી છે. કર્ણાટક ની રાજધાની બેંગલુરુમાં કોંગ્રેસ ધારાસભ્ય શ્રીનિવાસ મૂર્તિના ભત્રીજાએ સોશિયલ મીડિયા સાઈટ ફેસબૂક પર કથિત ભડકાઉ પોસ્ટ મુક્યા બાદ અહીં તોફાનો ફાટી નીકળ્યા છે, સ્થિતિ ની ગંભીરતા નું ભાન થતા તેણે આ પોસ્ટ ડિલિટ પણ કરી દીધી હતી પરંતુ ત્યાં સુધીમાં તો ભડકાઉ પોસ્ટને લઈ તોફાનો કાબુ બહાર થઈ ગયા હતા અને અહીં ટોળા ધારાસભ્ય શ્રીનિવાસ મૂર્તિના બેંગલુરુ સ્થિત ઘરે પહોંચી ગયા હતા અને હુમલો કરીને ભારે તોડફોડ મચાવી આગચંપી પણ કરવામાં આવી હટી, અને ટોળા ડીજે હલ્લી અને કેજી હલ્લી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પહોંચ્યા હતા અને જોરદાર પ્રદર્શન કર્યું હતું જોકે, ભારે બબાલ થતાં પોલીસે ભીડને હટાવવા અશ્રુ ગેસના શેલ છોડતા એકાએક હિંસા વધુ ભડકી ઉઠી હતી. જેમાં ટોળાઓ એ પોલીસને પણ નિશાન બનાવી હતી.
બેંગલુરુ પોલીસ કમિશનર કમલ પંતે જણાવ્યું કે, આ ઘટના માં 60 જેટલા પોલીસકર્મીઓ ઘાયલ થયા છે જેમાં એડિશનલ પોલીસ કમિશનર પણ ઇજાગ્રસ્ત બન્યા છે ,બાદ માં પોલીસે કરેલા ફાયરિંગમાં બે લોકોનાં મોત નિપજ્યા હતા, અને એક ઈજાગ્રસ્ત થયો છે, જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે બેંગલુરુમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. અને ડીજે હલ્લી અને કેજી હલ્લી પોલીસ સ્ટેશનની આસપાસ કરફયૂ પણ લગાવી દેવામાં આવ્યો છે. જ્યારે ભડકાઉ પોસ્ટ શેર કરનાર આરોપી નવીનની ધરપકડ કરી લેવામાં આવી છે.
પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બેંગલુરુનાં જોઈન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ) સંદિપ પાટિલે જણાવ્યું કે, કથિત પોસ્ટ બાદ ભડકેલી હિંસા મામલે 110 લોકોની અટકાયત કરી દેવામાં આવી છે.
કર્ણાટકના ગૃહમંત્રી બસવરાજ બોમ્મઈએ કહ્યું કે, મામલાની તપાસ કરાશે,આ ઘટના માં સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી (SDPI) નાં મુઝમ્મિલ પાશાની પણ ધરપકડ કરવામાં આવી છે. SDPI પર હિંસા ભડકાવવાનો આરોપ છે. સીએમ યેદિયુરપ્પાએ લોકોને શાંતિ રાખવાની અપીલ કરી છે.આ ઘટના એ દેશભરમાં ભારે ચકચાર જગાવી છે અને રાજ્કીય લોકો અશાંતિ ફેલાવતા હોવાની સામાન્ય નાગરિકો માં બૂમ ઉઠવા પામી છે, એક તરફ કોરોના થી લોકો બેહાલ છે ત્યારે રાજકારણીઓ આવા ધંધા કરી વાતાવરણ માં અશાંતિ ફેલાવતા હોવાના આરોપ લાગી રહયા છે
