ભારતીય ક્રિકેટર મોહંમદ શમી ની પત્ની હસીન જહાં આજકાલ સોશ્યલ મીડિયા માં ખુબજ એક્ટિવ રહે છે અને દરેક વખતે કોઈને કોઈ વીડિયો, તસવીરો શેર કરતી રહે છે પરંતુ આ વખતે તેણે મોહમ્મદ શમી સાથે ની એક તસ્વીર શેર કરી છે જેમાં બન્ને નો પોઝ જોવા મળે છે આ તસવીર ની નીચે કેપ્સન માં શાયરના અંદાજ માં લખ્યું છે કે ‘ કલ તું કુછ થા તો મેં પાક થી,આજ તું કુછ બન ગયા તો મેં નાપાક હો ગઈ,જૂઠ બુરખા ડાલકર બેપર્દા સચ કો મીટા શકતા નહિ, મગરમચ્છ કે આંસુ કુછ દીનો કા હી સહારા હોતા હૈ ‘
નોંધનીય છે કે માર્ચ 2018 માં હસીનજહાં એ ક્રિકેટર મોહમ્મદ શમી ના પરીવારજનો ઉપર ઘરેલુ હિંસા નો આરોપ લગાવ્યો હતો અને વાત પોલીસ મથક સુધી પહોંચી હતી અને હજુ આ મેટર પેન્ડિંગ છે ત્યારે સોશયલ મીડિયા માં હસીન જહાં કઈક ને કઈક શેર કરતી રહે છે.બીજી તરફ ક્રિકેટર શમી નું કહેવું છેકે પોતે એટલો ડિસ્ટર્બ થઈ ગયો હતો કે પોતાનું ક્રિકેટ કેરિયર ગુમાવી દેવા ની તૈયારી માં હતો અને ત્રણ વખત આત્મહત્યા કરી લેવાના વિચારો આવ્યા હતા, જોકે ઘર ના ઝગડા માં જુદા પડ્યા બાદ હસીન જ્હાએ આ તસ્વીર શેર કરીને હંગામો મચાવી દીધો છે.
