આખા દેશ માં ભારે ચકચાર જગાવનાર 8 પોલીસ કર્મીઓ ની હત્યા પ્રકરણ ના કાનપુર શૂટઆઉટના મુખ્ય આરોપી વિકાસ દુબે ના મુખ્ય સાથીદાર અમર દુબે યુપીના હમીરપુરમાં પોલીસ સાથેની મુઠભેડ માં ઠાર મરાયો છે. આજે સવારે અમર દુબેની એસટીએફ ટીમ સાથે અથડામણ થઈ હતી. આ ઓપરેશનમાં અમર દુબેનું એન્કાઉન્ટર થયું છે.
પોલીસ મુજબ અમર દુબે વિકાસ દુબે સાથે કાનપુરના બિકરું ગામમાં થયેલ શુટઆઉટમાં શામેલ હતો. અમરે વિકાસ અને તેના સાથીદારો સાથે મળી પોલીસ ટીમ પર જબરદસ્ત ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં 8 પોલીસકર્મી શહીદ થયા હતા. જેના પછી આ વિકાસ ગેંગની શોધ ચાલી રહી હતી.
પહેલા અમરે હરિયાણાના ફરીદાબાદમાં આશરો લીધો હતો. અમર દુબેની મૂવમેન્ટ બાદ એસટીએફે તેને સરેન્ડર કરવા કહ્યું હતું. આ દરમિયાન દુબેએ ત્યાંથી ભાગવાની કોશિશ કરી પરંતુ તે નિષ્ફળ રહ્યો અને પોલીસ પર ગોળીભાર કર્યો. ક્રોસ ફાયરિંગમાં પોલીસે તેને ઢેર કર્યો. એવું બતાવવામાં આવી રહ્યું છે કે 2 જુલાઈની રાત્રે જ્યારે વિકાસ દુબેના ઘરે પોલીસ દરોડા પાડવા ગઈ ત્યારે અમર દુબે પણ ત્યાં હાજર હતો. પોલીસ પર ફાયરિંગ કરવા અને તેમની હત્યા કરવામાં અમર શામેલ હતો. આ ઘટના બાદ અમર વિકાસ સાથે ભાગી ગયો હતો. પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયેલો અમર વિકાસ દુબે નો સૌથી અંગત અને વિશ્વાસુ સાથીઓમાંથી એક હોવાનું પોલીસે જણાવ્યું હતું.
