સમગ્ર દેશ માં ભારે ચકચાર જગાવનાર કાનપુર શૂટઆઉટમાં વોન્ટેડ મુખ્ય આરોપી હિસ્ટ્રીશીટર વિકાસ દુબેના અન્ય બે સાથીઓ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે, પોલીસે વિકાસની ગેંગ સાથે જોડાયેલા પ્રભાત અને રણવીરને એનકાઉન્ટરમાં ઠાર કરી દીધા છે. આ અગાઉ વિકાસનો જમણો હાથ ગણાતા અમર દુબે નું પોલીસે એન્કાઉન્ટર કરી નાખ્યું હતું આમ વિકાસ દુબે ગેંગ ના ત્રણ સાથીઓ ને પકડી પોલીસે એન્કાઉન્ટર કરી નાખતા અન્ય અપરાધીઓ ફફડી ઉઠ્યા છે.
પ્રભાત મિશ્રાની બુધવારના રોજ પોલીસે ફરીદાબાદથી ધરપકડ કરી હતી. તેને ત્યાં કોર્ટમાં હાજર કર્યા બાદ ટ્રાંઝિટ રિમાન્ડ પર કાનપુર લઇ જવામાં આવી રહ્યા છે. પોલીસ ના જણાવ્યા મુજબ કાનપુરની પાસે હાઇવે પર ભોંતીની પાસે તેણે એસટીએફના પોલીસ ઇન્સપેકટરની પિસ્તોલ છીનવી અને ભાગવાની કોશિષ કરી હોય સ્વબચાવ માં પોલીસે કરેલા ફાયરિંગ માં પ્રભાત માર્યો ગયો હતો.
બીજું એન્કાઉન્ટર રણવીર ઉર્ફે બઉઅનનું થયું છે. તેની ઉપર પણ ઘટનાને લઇ 50000 રૂપિયાનું ઇનામ રાખ્યું હતું. પોલીસની સાથે એન્કાઉન્ટરમાં તેને પણ ઠાર મરાયો હતો.
કાનપુરમાં આઠ પોલીસ કર્મીઓ ની સામુહિક હત્યાનો આરોપી ગેંગસ્ટર વિકાસ દુબે હજુ સુધી ફરાર છે.આ ઘટના બાદ પોલીસ બેડા માં રોષ નો માહોલ છે અને વિકાસ દુબે ના ત્રણ સાગરીતો નું એન્કાઉન્ટર થઈ ચૂક્યું છે. વિકાસના નજીકના મનાતા પ્રભાતે એન્કાઉન્ટર પહેલા એક ટીવી ચેનલ સાથે વાતચીતમાં કહ્યું કે ઘટનાવાળી રાત્રે તેઓ વિકાસના ઘરે હતા અને તેણે પણ પોલીસ ઉપર ફાયરિંગ કર્યું હતું. સાથો સાથ તેમણે કહ્યું કે મને પોલીસકર્મીઓ ને મારવાનો અફસોસ છે. આમ વિકાસ દુબે ના ત્રણ સાથીઓ પોલીસ એન્કાઉન્ટર માં માર્યા ગયા છે અને અન્યો ની શોધખોળ ચાલુ છે.
