મહંમદ પયગમ્બર મામલે નુપુર શર્માએ કરેલી ટિપ્પણી બાદ મુસ્લિમ સમાજના વિવિધ સંગઠનો તેમજ અલકાયદા દ્વારા હુમલાની ધમકીઓ મળી અને ત્યારબાદ દેશમાં જે રીતે મુસ્લિમ સંગઠનો દ્વારા તોફાનો શરૂ થયા તે જોતા હવે દેશના સંતો અને હિન્દૂ સમુદાય પણ મેદાનમાં આવ્યો છે અને નુપુર શર્માને સમર્થન કરી તોફાનીઓ અને વિરોધીઓને શબક શીખવવા હિન્દૂ સંગઠનોની તૈયારીઓ થતા તંત્ર એલર્ટ થઈ ગયુ છે.
સુદામા કુટી હરતીરથ ખાતે પાતાલપુરી મઠના પીઠાધીેશ્વર મહંત બાલક દાસની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કાશી મઠના પીઠાધીેશ્વર, સંતો, મહંતો અને સામાજિક કાર્યકરોની હાજરીમાં 16 ઠરાવો પસાર કરી બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે તમામ અખાડાઓ, તમામ સંપ્રદાયોના વડાઓ સાથે મળીને સરકારને દરખાસ્ત મોકલવામાં આવશે. તેમણે માંગ કરી છે કે સરકારે કટ્ટરપંથીઓ વિરુદ્ધ કડક પગલાં ભરવા જોઈએ. પથ્થરમારો અને હિંસા માટે જવાબદાર વ્યક્તિ અને સંસ્થા પર લગામ લગાવવાનું બંધ કરો. તેમની સંપત્તિ જપ્ત કરવા માંગ થઈ છે.
બેઠકમાં સંતોએ કહ્યું કે હિંસા પાછળના ષડયંત્રનો પર્દાફાશ કરવો પડશે. હિંદુ દેવી-દેવતાઓ પર અપમાનજનક ટિપ્પણી કરવા, ફિલ્મોની મજાક ઉડાવનારાઓને સરકાર તાત્કાલિક જેલમાં મોકલવાની પણ અનેક માંગણીઓ છે. આ બેઠકમાં રાંચીમાં શ્રી હનુમાનજી મંદિરમાં તોડફોડ અને હુમલાની પણ નિંદા કરવામાં આવી હતી.
કાશી ધર્મ પરિષદની બેઠકમાં એવી માંગ કરવામાં આવી છે કે જ્ઞાનવાપી પર સત્ય બોલનાર બાબાને કાયમી સુરક્ષા આપવા માંગ થઈ છે.
કાશી ધર્મ પરિષદે જાહેરાત કરી છે કે તેઓ નુપુર શર્મા સાથે છે અને તેઓ ઈચ્છે છે કે રાસુકાને બળાત્કારની ધમકી આપવા બદલ સજા કરવામાં આવે. કાશી ધર્મ પરિષદની બેઠકમાં એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં આ મામલે સંતો, મહાત્માઓ અને નાગા સાધુઓની સંયુક્ત બેઠક કરવામાં આવશે અને આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે. દેશ બચાવવા માટે સંતો પણ રસ્તા પર આવશે. આ ઉપરાંત શહેર કક્ષાએ સંત સમાજનું એક યુનિટ બનાવવામાં આવશે, જેમાં તમામ સંપ્રદાયના લોકોને સામેલ કરવામાં આવનાર હોવાની જાહેરાત કરવામા આવતા હવે આગામી દિવસોમાં આ મામલો મોટું રૂપ લઈ શકે છે.
કારણ કે હવે હિન્દૂ સંગઠનો નુપુર શર્માની પડખે આવી રહયા છે અને સમર્થન આપી રહયા છે તે જોતા આગામી દિવસોમાં મામલો ગરમાય તેવી શક્યતા છે.