કાશ્મીરમાં જમીન સંપત્તિ કોઈ ખરીદશે તેને હિન્દૂ કટ્ટરવાદી ગણી મારી નાખવામાં આવશે,આતંકવાદી જૂથ દ્વારા એક ની હત્યા બાદ ધમકી આપી બેફામ બનેલા આતંકવાદીઓ કાશ્મીર તેમના બાપ નું હોય તેવો વર્તાવ કરતા લોકો માં ભારે આક્રોશ ફેલાયો છે.કેન્દ્ર સરકાર દ્વારા કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં જમીન અને સંપત્તિની માલિકી મેળવવા માટે ચાલતા પ્રયાસો વચ્ચે અહીં મિલકત માટે ડોમિસાઇલ સર્ટિફિકેટ હાંસલ કરનાર ૭૦ વર્ષીય સતપાલ નિશ્ચલની આતંકવાદીઓએ ગોળી મારી હત્યા કરી નાખી છે. સતપાલ નિશ્ચલ છેલ્લા ૫૦ વર્ષ કરતાં વધુ સમયથી શ્રીનગરમાં વસવાટ કરતા હતા. નવા ડોમિસાઇલ કાયદા અંતર્ગત જમીન અને સંપત્તિની માલિકીનો અધિકાર મેળવનારા આ વ્યક્તિની હત્યા કરી આતંકવાદીઓ એ કાશ્મીર પોતાના બાપ નું હોય તેવો વર્તાવ કરતા લોકો માં ભારે રોષ ફેલાઈ ગયો છે. નવો ડોમિસાઇલ કાયદો જમ્મુ-કાશ્મીરમાં ૧૫ કરતાં વધુ વર્ષથી વસવાટ કરતા લોકોેને જમીન અને સંપત્તિ ખરીદવાનો અધિકાર આપે છે.થોડા સપ્તાહ પહેલાં સતપાલ નિશ્ચલે ઔડોમિસાઇલ સર્ટિફિકેટ હાંસલ કર્યું હતું.
તોયબા સાથે સંકળાયેલા ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે સતપાલ નિશ્ચલની હત્યાની જવાબદારી સ્વીકારી હતી. આતંકી સંગઠને જણાવ્યું હતું કે, ડોમિસાઇલના મુદ્દે આ હુમલો કરાયો છે. આ વ્યક્તિ આરએસએસનો એજન્ટ હતો અને બિઝનેસમેન હોવાનો દેખાવ કરતો હતો તેથી તેની હત્યા કરવામાં આવી છે. કાશ્મીરમાં વસતીનો ગુણોત્તર બદલી નાખવા માટે આ વ્યક્તિ હિંદુત્વ ફાસીવાદીઓ દ્વારા ચલાવાતા સેટલર પ્રોજેક્ટનો સક્રિય સભ્ય હતો. જે કાશ્મીરમાં સેટલ થવા આવશે તેમની સાથે RSSના એજન્ટ તરીકે વર્તાવ કરાશે. આમ આતંકવાદીઓ હવે બેફામ બન્યા છે અને જાહેર માં અહીં પોતાનું સામ્રાજ્ય હોવાનું જણાવી પડકાર ફેંકી રહ્યા છે.
