દેશમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે, બીજી બાજુ હરિદ્વારમાં ચાલી રહેલા કુંભમાં ભીડ એકત્ર થતા કોરોના ફેલાવના ડર ને લઈ વડાપ્રધાન મોદીએ કુંભના સમાપનની અપીલ કરી હતી પણ બંગાળ માં ચુંટણીઓ માં કોરોના વકરવા મામલે ચૂપકીદી એ સૌને અકળાવી મુક્યાં છે.
PM મોદીની અપીલ બાદ હરિદ્વાર કુંભનું સમાપન કરવામાં આવ્યું છે. જુના અખાડાના પ્રમુખ સ્વામી અવધેશાનંદે હરિદ્વાર કુંભના સમાપનની જાહેરાત કરી છે.
હરિદ્વારમાં ચાલી રહેલા કુંભનું સમય પહેલા જ સમાપન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કુંભ માં ઉપસ્થિત 13 અખાડાઓમાં કોરોના સંક્રમણના ઝડપથી ફેલાવા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને કુંભનું સમાપન કરવા અખાડાને અપીલ કરી હતી.
જોકે,દેશ માં કોરોના એ આતંક મચાવ્યો છે અને કોરોના ના અઢી લાખ દર્દીઓ નોંધાઇ રહયા છે ત્યારે બંગાળ માં ચુંટણીઓ મુદ્દે વડાપ્રધાન આવી અપીલ કેમ કરતા નથી તે સામે દેશવાસીઓ ને વિચારતા કરી દીધા છે,શામાટે અહીં મતદાન યોજાઈ રહ્યું છે અહીં કોરોના ની સ્થિતિ કેમ ગંભીર માનવામાં આવતી નથી ? વગરે સવાલો લોકો માં ઉઠી રહયા છે.
ઉલ્લેખનીય છે કે બંગાળ માં ગઈકાલે તા.17 એપ્રિલ ના રોજ પાંચમા તબક્કા હેઠળ 45 બેઠક પર મતદાન બાદ હવે આગામી તા. 22 એપ્રિલના રોજ છઠ્ઠા તબક્કાની 43 બેઠક પર મતદાન થશે. આ પછી સાતમા તબક્કામાં 26 એપ્રિલના રોજ 36 બેઠક પર અને 29 એપ્રિલે આઠમા તબક્કાની 35 બેઠક પર મતદાન થવાનું છે. મતગણતરી 2મેના રોજ થશે.
આમ જો, કુંભ માં કોરોના ફેલાતો હોય તો ચુંટણીઓ માં કેમ ફેલાતો નથી તે મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો છે.