હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ પડતા તબાહી મચી છે.
કુલ્લુ જિલ્લાના મણિકરણમાં વાદળ ફાટવાથી ભારે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે અહીં હોમસ્ટે, કેમ્પિંગ સાઈટ અને ફૂટ બ્રિજ પૂરમાં વહી ગયા છે અને ચાર શ્રમિકો પણ લાપત્તા થઈ ગયા છે.
કિન્નૌર જિલ્લામાં ભૂસ્ખલનને કારણે NH-5 બંધ કરી દેવામાં આવ્યો છે. હાલ ટીમ હાઈવે ખુલ્લો કરાવવા માટે કામે લાગી છે.
મળતી માહિતી મુજબ, વાદળ ફાટવાની ઘટના આજે બુધવારે સવારે લગભગ 5 વાગ્યે મણિકર્ણ અને કસોલ વચ્ચે બની હતી. આ સિવાય કુલ્લુ જિલ્લા હેઠળની મણિકર્ણ ખીણની પાર્વતી નદીની ઉપનદી નાલા ચોજ ગામમાં બુધવારે સવારે અચાનક પાણી વધી ગયું હતું.
જેના કારણે પાર્વતી નદીના કિનારે આવેલી કેમ્પિંગ સાઈટ સંપૂર્ણપણે નાશ પામી છે.
કેપિંગ સાઇટ પરથી કેટલાક લોકો ગુમ થયાની જાણ કરવામાં આવી છે.