કેન્દ્ર સરકારે ખાનગી રિટેલ પેટ્રોલ અને ડીઝલના વેચાણકર્તાઓને અંકુશમાં લેવા માટે યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન (યુએસઓ)નો વ્યાપ વિસ્તાર્યો છે. આ અંતર્ગત લાયસન્સ ધરાવતા એકમો માટે દૂરના વિસ્તારો સહિત તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનું અવિરત વેચાણ કરવુ ફરજિયાત બનાવ્યુ છે.
યુપી-રાજસ્થાન, દિલ્હી, ગુજરાત અને હરિયાણા સહિતના ઘણા રાજ્યોમાં PSU કંપનીઓ દ્વારા સંચાલિત તમામ પેટ્રોલ પંપની માંગમાં અચાનક વધારો અને પુરવઠામાં ઘટાડો થયા બાદ સરકારે આ પગલું ભર્યું છે.
ઇંધણ છૂટક વેપારમાં ખાનગી ક્ષેત્રની વધુ ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે, કેન્દ્ર સરકારે 8 નવેમ્બર, 2019 ના રોજ એક આદેશ દ્વારા, પરિવહન ઇંધણના વેચાણ માટેના અધિકારો આપવા માટેના ધોરણોને હળવા કર્યા હતા. આમાં જોગવાઈ કરવામાં આવી હતી કે આ સંસ્થાઓએ દૂરના વિસ્તારોમાં રિટેલ આઉટલેટ્સ (આરઓ) સ્થાપવા જોઈએ.
સરકારે હવે આ કાર્યક્ષેત્રમાં તમામ આર.ઓ.નો સમાવેશ કરીને આ સમસ્યાના ઉકેલ માટે પહેલ કરી છે. માપદંડોને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહેનારના લાઇસન્સ રદ કરી શકે છે.
અત્રે નોંધનીય છે કે રિટેલ આઉટલેટ્સ (ROs) માટે અધિકૃત સંસ્થાઓએ યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન (USO) ના રૂપમાં ગ્રાહકોને ગુણવત્તાયુક્ત અને અવિરત ઇંધણ પુરવઠો સુનિશ્ચિત કરવો પડે છે, અને ગ્રાહકોને વ્યાજબી ભાવે ઇંધણની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો સમાવેશ થાય છે.