છેલ્લા ઘણાજ સમય થી બિમાર રહેતા ગૃહમંત્રી અમિત શાહ સાજા થતા હોસ્પિટલ માંથી રજા અપાઈ છે. અમિતશાહ જ્યાં સારવાર હેઠળ હતા તે એમ્સ ના સત્તાવાળાઓ એ નિવેદન બહાર પાડી જણાવ્યું હતું કે ગૃહમંત્રી અમિત શાહ સાજા થઇ ગયા છે. અમિત શાહને 18મી ઑગસ્ટના રોજ તાવ આવતા દિલ્હીની AIIMSમાં સારવાર અર્થે એડમિટ કરાયા હતા. જોકે આ અગાઉ તા.2 ઑગસ્ટના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. 14મી ઑગસ્ટના રોજ તેમનો તપાસ રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમણે મેદાંતા હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી અને તેઓ હોમ આઇસોલેશનમાં હતા.
અને આ દરમિયાન ચાર દિવસ પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને તાવ આવતા તેઓને તા. 18 ઑગસ્ટના રોજ મોડી રાત્રે દિલ્હી સ્થિત એમ્સમાં દાખલ કરાયા હતા જ્યાં 12 દિવસ ની સારવાર બાદ આજે તેમને એમ્સમાંથી રજા આપવામા આવતા વિવિધ અટકળો નો અંત આવ્યો હતો.
