દેશ ના આ ભાગ માં ભાજપ નું કોઈ નામ આવતું નથી એવા કેરળ માં પિનરાઈ વિજયનનાં LDF ગઠબંધનને બહુમત સામે આવ્યો છે. અહીં 140 બેઠકમાંથી 80 બેઠક પર આગળ છે.
કેરળમાં સીપીએમની આગેવાની હેઠળની શાસક પક્ષ એલડીએફ રાખવામાં સક્ષમ હશે અથવા કોંગ્રેસના નેતૃત્વવાળા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટનું વર્ચસ્વ રહેશે. પરંતુ કેરળમાં ડાબેરીઓ સત્તામાં યથાવત રહે છે તેવું જણાઈ રહ્યું છે.
કેરલ વિધાનસભા ચૂંટણી અગાઉ ભાજપને મોટો ફટકો પડ્યો હતો. કેરલ વિધાનસભા ચૂંટણીમાં એનડીએના ત્રણ ઉમેદવારોના નામાંકન રદ થઈ ગયા હતા. આ ઉમેદવારોએ નામાંકન ભરવાના ફોર્મમાં અમુક કોલમો ખાલી છોડી હતી.
કેરલમાં વિધાનસભાની ચૂંટણીના આજે જે રીતે પરિણામ સામે આવી રહ્યા છે તેમાં સત્તાધારી પાર્ટીએના મુખ્યમંત્રી સીએમ પિનરાઈના ગઠબંધનની જીત તરફ આગળ વધતા જણાઈ રહયા છે. જ્યાં LDF ગઠબંધન 140માંથી 90 સીટો પર આગળ ચાલી રહી છે. જ્યારે વિપક્ષી ગઠબંધન UDF 46 સીટો પર આગળ ચાલી રહ્યા છે. ત્યારે કેરલમાં ફરી એક વાર એલડીએફ ગઠબંધનના મુખ્યમંત્રી પિનરાઈ સત્તામાં આવશે તેવું વાતાવરણ જોવા મળી રહ્યુ છે.