આજકાલ માનવી નું ક્યારે નિધન થઈ જાય તે નક્કી હોતું નથી અગાઉ વૃધ્ધા વસ્થા આવ્યા બાદ માનવી લાંબા સમય સુધી પથારી વશ રહ્યા બાદ મૃત્યુ થતું હતું પણ હવે એવા કિસ્સા ખુબજ ઓછા જોવા મળે છે અને ગમેત્યારે નિધન થઈ જાય છે એવી જ એક ઘટના માં બૈતુલના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ કોષાઅધ્યક્ષ વિનોદ ડાગા અહીંના જૈન દાદાવાડીસ્થિત મંદિરમાં પૂજા કરવા ગયા અને નિત્યક્રમ મુજબ ભગવાન પાર્શ્વનાથની પૂજા અને પરિક્રમા કરી પણજેવી પૂજા સમાપ્ત થઈ અને તેમણે દાદા ગુરુદેવનાં ચરણોમાં માથું ટેકવ્યું અને તેજ સમયે ગણતરીની સેકન્ડોમાં જ તેમનું નિધન થયુ ગયું હતું આ આખી ઘટના મંદિર માં મુકેલા સીસી ટીવી કેમેરા માં કેદ થઈ ગઈ હતી. બરાબર આ સમયે દર્શન માટે એક બાળકી મંદિરમાં આવી અને તેણે જોયું તો વિનોદ ડાગા જમીન પર પડ્યા હતા જેથી આ બાળા એ આ અંગેની જાણ પૂજારીને કરતા પૂજારી અને આસપાસના લોકોએ તેમને ઉઠાવવાની કોશિશ કરી પણ તેઓ બેભાન જણાતાં તેઓ ને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
મંદિરના પૂજારી ઓમ પ્રકાશ ત્રિપાઠીનું કહેવું છે કે વિનોદ ડાગા રોજની જેમ જ પૂજા કરવા મંદિર આવ્યા હતા. શાંતિ પાર્શ્વનાથ ભગવાનની પૂજા કર્યા પછી દાદા ગુરુદેવની પૂજા પૂરી થયા પછી તેઓ પડી ગયા અને એક છોકરીએ આવીને જણાવ્યું કે વિનોદ ડાગા પડી ગયા છે. દાદા ગુરુનું સાંનિધ્ય તેમને પ્રાપ્ત થયું છે.
ડાગા પરિવારના નજીકના સંબંધી ઉષભ ગોઠીનું કહેવું છે કે નિશ્ચિત રીતે આ ખૂબ પરેશાન કરનારો મામલો છે. કાકાજીને મોક્ષ મળ્યો છે. અમે ગુરુ મહારાજ પાસે સાંભળ્યું હતું કે આ રીતે મુક્તિ મળે છે. જોકે આજે અમે સાક્ષાત જોયું. આ પ્રકારની મુક્તિ મળવી બધા માટે શકય નથી. તેમણે અગાઉના જન્મમાં ઘણાં પુણ્ય કર્યાં હશે કે તેમને આ રીતે મુક્તિ મળી તેમ આ મુદ્દો આસ્થા માં પરિણમી હતી અને મોક્ષમાર્ગ પ્રાપ્ત થયો હતો.
મૃતક નેતા અહીંના લોકો માં ખુબજ ચાહના ધરાવતા હતા અને ધાર્મિક હતા પરિણામે તેઓ ની અચાનક વિદાય થી લોકો માં આઘાત ની લાગણી ફેલાઇ હતી અને અંતિમ યાત્રા માં મોટી સંખ્યા માં લોકો જોડાયા હતા.
