દેશમાં કોંગ્રેસનું ધોવાણ થઈ રહ્યું છે ત્યારે હવે નવા અધ્યક્ષ શુ ચમત્કાર કરી શકશે તેતો આગામી આવનારા સમયમાંજ ખબર પડી જશે પણ બીજી તરફ કોંગ્રેસનાપ્રમુખ પદની ચૂંટણી જાહેર થતા જ જી-23 છાવણી સક્રિય થઈ ગઈ છે.
રાહુલ ગાંધીએ પહેલાથી જ અધ્યક્ષ પદ માટે ઈનકાર કરી દીધો છે.
આ દરમિયાન પદ માટે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે.
તે જ સમયે, સૂત્રોને ટાંકીને સમાચાર છે કે શશિ થરૂર પણ ચૂંટણી લડી શકે છે.
કોંગ્રેસમાં પ્રમુખ પદ માટે ચૂંટણીની જાહેરાત થતાં હવે તમામની નજર જી-23ના નેતાઓ પર ટકેલી છે. દરેકના મનમાં એક જ સવાલ છે કે શું કોંગ્રેસમાં પ્રમુખ પદ માટે ત્રીજી વખત હરીફાઈ થશે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ દાયકામાં કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે બે વખત ચૂંટણી થઈ છે. એવું માનવામાં આવે છે કે જો રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ બનવા માટે તૈયાર નથી, તો G-23ના કોઈપણ નેતા આ પદ માટે ચૂંટણી લડી શકે છે.
અહેવાલો અનુસાર શશિ થરૂર, મનીષ તિવારી અથવા પૃથ્વીરાજ ચવ્હાણ મેદાનમાં ઉતરી શકે છે.
આ દરમિયાન સૂત્રોએ માહિતી આપી છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડે તેવી શક્યતાઓ છે. જો કે તેણે હજુ આ અંગે અંતિમ નિર્ણય લીધો નથી. સૂત્રોએ જણાવ્યું કે થરૂરે હજુ સુધી પોતાનું મન બનાવ્યું નથી પરંતુ તેઓ ટૂંક સમયમાં આ અંગે નિર્ણય લઈ શકે છે.