કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ત્રિપુરામાં હતું કે, અયોધ્યામાં 1 જાન્યુઆરી, 2024ના રોજ રામ મંદિર બની જશે,મોદીજીએ વચન પાળી બતાવ્યું છે.
કોંગ્રેસીઓ કહેતા હતા કે, મંદિર વહીં બનાયેગે પર તિથિ નહીં બતાયેગે ! તો કોંગ્રેસીઓ કાન ખોલીને સાંભળી લો કે અમે તિથિ બતાવી દીધી છે અને અયોધ્યામાં 1 જાન્યુઆરી, 2024ના રોજ રામ મંદિર તૈયાર થઈ જશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હાલ પોતાની ત્રિપુરા યાત્રા દરમિયાન અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને લઈને આ મુજબ જાહેરાત કરી હતી.
પોતાના સંબોધનમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, જ્યારથી દેશ આઝાદ થયો છે, ત્યારથી કોંગ્રેસીઓએ શ્રી રામ મંદિર મુદ્દાને કાર્ટ કચેરીમાંજ ફસાવી રાખવાનો પ્રયાસ કર્યો હતો પણ મોદીજી સત્તા ઉપર આવ્યા અને ખુબજ પ્રયાસ બાદ એક દિવસ સવારે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો અને મોદીજીએ રામ મંદિરનું ભૂમિપૂજન કર્યું અને હવે 1 જાન્યુઆરી 2024માં પ્રભુ શ્રી રામજીનું અયોધ્યામાં મંદિર પણ બની જશે.