દેશમાં લોકડાઉન છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બુધવારે લોકડાઉનની સમીક્ષા કરવા માટે કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી અને હવે પછી ની શુ રણનીતિ છે અને દેશ માં આવી પડેલી મહા મુસીબત માંથી ઉભા થવા માટે સરકારે શુ પ્લાનિંગ કર્યું તે જણાવવું પડશે ધંધા,રોજગાર સહિત ના રોડમેપ ના આગોતરા આયોજનો કરાયા છે કે કેમ તે અંગે સવાલો ઉઠાવ્યા હતા તેમણે કેન્દ્ર સરકારને પુછ્યું કે 17 મે બાદ શું થશે અને લોકડાઉન ક્યાં સુધી ચાલશે? તેમણે પુછ્યું કે, ભારત સરકાર આ નક્કી કરવા માટે કયો માપદંડ અપનાવી રહી છે તે નક્કી કરવું પડશે, આ બેઠકમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને પૂર્વ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત ઘણા નેતા હાજર રહ્યા હતા.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, કોવિડ સાથેની લડાઈમાં વૃદ્ધ, ડાયાબિટિસ અને હાર્ટના દર્દીઓને બચાવવા મહત્વના છે. સાથે જ પૂર્વ નાણામંત્રી પિ. ચિંદમ્બરમે કહ્યું કે, રાજ્યો સામે નાણાકીય સંકટ આવી રહ્યું છે, કેન્દ્ર સરકાર તરફથી કોઈ રકમ આપવામાં આવી નથી.
બેઠકમાં રાજસ્થાન, પંજાબ, છત્તીસગઢ અને પુડ્ડુચેરીના મુખ્યમંત્રીઓએ કેન્દ્ર પાસે રાહત પેકેજની માંગ કરી છે. રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત, પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહ, છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ અને પુડ્ડુચેરીના સીએમ નારાણયસામીએ રાહત પેકેજની માંગ કરી છે.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, ‘જ્યાં સુધી મોટું પ્રોત્સાહન પેકેજ નહીં આપવામાં આવે, ત્યાં સુધી રાજ્ય અને દેશ કેવી રીતે ચાલશે? તેઓ10 હજાર કરોડની મહેસૂલનું નુકસાન થયું છે, રાજ્યોએ પેકેજ વડાપ્રધાનને વારંવાર અપીલ કરવામાં આવી છે પણ વાત ધ્યાને લેવાતી નથી ઉપરાંત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે જણાવ્યું કે સરકાર પાસે આગળનો શું પ્લાન છે તે અંગે રાજ્યોના મુખ્યમંત્રીઓને લોકડાઉનના ત્રીજા તબક્કા બાદની રણનીતિ ખબર હોવી જોઈએ. આ માટે કેન્દ્ર સરકાર કોઈ ચોખવટ કરતું નથી પરિણામે આગળ ની કોઈ રણનીતિ ખબર નહિ પડતા હવે કોંગ્રેસ જવાબ માંગી રહી છે.
