દેશ માં કોંગ્રેસ પક્ષ તૂટી રહ્યો છે કારણ કે સૌથી મોટો વિરોધ પક્ષ હોવાછતાં પણ ભાજપ અને સાથી પક્ષો સામે રાજ્કીય દાવપેચ માં ફાવી શક્યું નથી તેવે સમયે હમણાં હમણાં બિહાર વિધાનસભાની ચૂંટણી માં કોંગ્રેસ ના બુરા હાલ થતા હવે કોંગ્રેસના જ કેટલાક વરિષ્ઠ નેતાઓ એ પાર્ટી હાઈકમાન્ડ ઉપર સવાલો ઉઠાવી રાહુલ ગાંધી વિરૂદ્ધ અવાજ ઉઠાવતા રાહુલ ગાંધી વિરુદ્ધ અવાજ ઉઠાવનારા પીઢ કૉંગ્રેસીઓ ને ઠેકાણે પાડવા તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે.
પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર સવાલ ઉઠાવનારા પૂર્વ સાંસદ ફુરકાન અંસારી ને કારણદર્શક નોટિસ જાહેર કરી જવાબ માંગવામાં આવ્યો છે.
કોંગ્રેસ પાર્ટી હાઇકમાન્ડ ફુરકાન અંસારીને નોટિસ મોકલીને અન્ય નેતાઓને પણ હાઇ કમાંડે આડકતરી રીતે સંદેશ આપી દીધો છે કે, કૉંગ્રેસના નેતા કંઈ પણ બોલતા પહેલા વિચારે કરે.
ફુરકાન અંસારીને નોટિસ આપવાની સાથે જ જે નેતા પાર્ટીથી બળવાનું વલણ દર્શાવી રહ્યા છે કે વરિષ્ઠ નેતૃત્વ પર ઘણા લાંબા સમયથી સવાલ ઊભા થઈ રહ્યા છે ત્યારે હવે રાહુલ ગાંધી ને કઈ કહેતા પહેલા સો વાર વિચાર કરવા જણાવી હાઇ કમાન્ડ ગુસ્સે ભરાયું છે.
