દેશ માં મોદી સરકાર સામે લોકો ની નારાજગી છતાં કોંગ્રેસ ને લોકો પસંદ નથી કરી રહ્યા તે વાત થી કોંગ્રેસ ના અધ્યક્ષ સોનિયા ગાંધી ચિંતિત બન્યા છે અને લોકો માં કોંગ્રેસ ઉપર ભરોસો ઉભો કરવા મોટા ફેરફાર લાવવા કમર કસી છે તો બીજી તરફ કોંગ્રેસના 23 જેટલા નેતાઓએ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને ઉપરથી નીચે સુધી ફેરફાર કરવાની માંગ કરી છે.
આ પત્ર લખનારાઓમાં 5 પૂર્વ મુખ્યમંત્રી, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો, સાંસદ અને ઘણા પૂર્વ કેન્દ્રીય મંત્રીઓ સામેલ છે. આ અંગે સોમવારે સવારે 11 વાગ્યે કોંગ્રેસ વર્કિંગ કમિટીની મીટિંગ રાખવામાં આવી છે જેની ઉપર સૌની મીટ મંડાઈ છે.
પત્રમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભાજપ સતત આગળ વધી રહ્યું છે અને અગાઉ ની યોજાયેલી ચૂંટણીઓ દરમિયાન યુવાનોએ નરેન્દ્ર મોદીને મોટા પ્રમાણ વોટ આપ્યા હતા. કોંગ્રેસનો બેસ ઓછો થવા અને યુવાનોનો પક્ષ પરથી આત્મવિશ્વાસ તૂટવા અંગે પત્રમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધી આ મહિનામાં જ તેમનો એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી રહ્યા છે. ગયા વર્ષે રાહુલના રાજીનામા બાદ સોનિયાએ રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું હતું ત્યારે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) સોમવારે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક કરશે. આમાં નેતૃત્વના મુદ્દાઓ પર ચર્ચા થનાર છે જેમાં પાર્ટી નું એક જૂથ રાહુલ ગાંધીને ફરીથી પ્રમુખ બનાવવા માંગે છે. પાર્ટીએ 2 દિવસ પહેલા મીડિયા બ્રીફિંગમાં એમ પણ કહ્યું હતું કે દેશભરના કાર્યકરો રાહુલને અધ્યક્ષ તરીકે જોવા માંગે છે આમ કોંગ્રેસ માં ફરી રાહુલ ગાંધી પ્રમુખ બને તેવા વર્તરા છે.
