કોંગ્રેસ પ્રવક્તા રાજીવ ત્યાગીનું આજે બુધવારે હ્રદય રોગના હુમલાને લીધે નિધન થતા પરિવારજનો માં શોક ની લાગણી ફેલાઇ ગઇ છે. વિગતો મુજબ હજુ તેમણે એક ટીવી ચેનલ પર ડિબેટમાં પણ ભાગ લીધો હતો. આ અગાઉ ડિબેટ માં ભાગ લેવા અંગે ટ્વીટ પણ કર્યું હતું તેઓ ની તબિયત બગડતા તેમને ગાજિયાબાદની એક હોસ્પિટલમાં સારવાર માટે ખસે઼ડવામાં આવ્યા હતા.
પરિવારજનો ના જણાવ્યા મુજબ રાજીવ ત્યાગીની તબીયત ઘરે અચાનક બગડી ગઈ હતી અને તેઓ બેભાન થઈ પડી ગયા હતા ત્યાગીના નિધન પર કોંગ્રેસે દુ:ખ વ્યક્ત કર્યુ અને લખ્યુ- તેઓ સાચા દેશભક્ત હતા ત્યાગી ની અણધારી વિદાય થી તેઓના નજીક ના વર્તુળો અને પરિવાર જનો માં ઘેરા શોક ની લાગણી ફેલાઇ જવા પામી છે.
