એક મીડિયા રિપોર્ટ મુજબ, વિતેલા વર્ષ 10 ડિસેમ્બરે ગૃહ મંત્રાલયે લોકસભામાં જણાવ્યુ હતુ કે માત્ર ચાર વિદેશી જાહેર કરાયેલ લોકોને અત્યાર સુધી બાંગ્લાદેશ મોકલવામાં આવ્યા છે. જ્યારે એક લાખ 29 હજાર 9 લોકો એવા છે જેમને ફોરેન ટિબ્યુનલે અત્યાર સુધી ગેરકાયદેસર વિદેશી જાહેર કર્યા છે. નિયમો મુજબ આવા લોકોને એનઆરસીની યાદીમાં સામેલ કરી શકાય નહીં. સરમાએ એનઆરસીના જિલ્લા અધિકારીઓને આવા લોકોને ઓળખી કાઢવા અને તેમનું નામ યાદીમાંથી બહાર કાઢવા માટે લેખિત આદેશ આપવા જણાવ્યુ છે.
કેટલા નામ થઇ શકે છે ડિલિટ?
સરમાએ કહ્યુ કે, હાલ યાદીમાંથી નામ હટાવવામાં આવેલા લોકોની સંખ્યાની ગણતરી મુશ્કેલ છે. અમે ઘોષિત વિદેશીઓના નામ લિસ્ટમાંથી ડિલિટ કરવાનું શરૂ કરી દીધુ છે. તેમાં ડિક્લેઅર્ડ ફોરેનર્સ (ડીએફ) ડાઉટફૂલ વોટર્સ (ડીએફ) ને એવા લોકો જેના કેસ ફોરેનર્સ ટ્રિબ્યુનલમાં પેન્ડિંગ છે, શામેલ છે. તેમણે કહ્યુ કે, તમામ જિલ્લામાં આવી યાદીઓ આવવાની શરૂઆત થઇ ચૂકી છે એવામાં હાલ એવું જણાવવુ મુશ્કેલ છે કે, યાદીમાંથી કેટલા લોકોના નામ દૂર કરવામાં આવશે.