કોરોના વાયરસે કોહરામ મચાવી રાખ્યો છે. દરરોજ કોરોના સંકટ વિકટ બની રહ્યું છે. અને દેશની હેલ્થ સિસ્ટમ જર્જર થઈ જઈ રહી છે. આ વચ્ચે એક રિપોર્ટ મુજબ ભારતના કેટલાક હિસ્સામાં ટ્રિપલ મ્યુટેશન સ્ટ્રેન જોવા મળ્યું છે. કોરોનાની આ બીજી લહેર રોકાતી નથી ત્યાં કોરોનાનો વધુ એક વાયરસ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ આ ટ્રિપલ મ્યૂટન્ટ છે. દેશમાં હાલ કોરોના વાયરસ ભયજનક રીતે ફેલાય ગયો છે. મ્યુટેશન ત્યારે થાય છે જ્યારે વાયરસનું સ્વરૃપ બદલાતું રહે છે અને જેટલું તે મ્યુટન્ટ હોય છે એટલું ફેલાય છે. કોરોના વાયરસના ડબલ મ્યૂટેશનનની ખબર પહેલી વખત 5ઓક્ટોબરના વાયરસ જિનોમ સિક્વન્સમાં ખબર પડી હતી. જાણકારો મુજબ આ કારણે જ કોરોના વાયરસની બીજી લહેર ખૂબજ તેજ થઈ છે.
પહેલાં ડબલ મ્યૂટન્ટ કોરોના વાયરસ આવ્યો હતો જેનું નામ B.1.617 હતું
ભારતમાં ડબલ મ્યુટેશનવાળા વાયરસના કેસ દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાં લેવાયેલા સેમ્પલમાં જોવા મળ્યો છે. જો કે સૌથી ખરાબ હાલત મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે. મહારાષ્ટ્રમાં જીનોમ સિક્વેન્સિંગથી ખ્યાલ આવે છે કે જેટલાં કેસ આવ્યા છે તેમાંથી 60% કેસ નવા કોરોના વાયરસના છે. કોરોનાના આ નવા સ્વરૂપનું નામ રખાયું છે B.1.618 વેરિઅન્ટ. આ પહેલાં ડબલ મ્યૂટન્ટ કોરોના વાયરસ આવ્યો હતો જેનું નામ B.1.617 હતું.
બને મ્યૂટેશન E484Q અને L425R વાયરસ ના મહત્વપૂર્ણ સ્પાઈક પ્રોટીનમાં જોવા મળ્યા
એક રિપોર્ટમાં કહેવાયું છે કે બને મ્યૂટેશન E484Q અને L425R વાયરસ ના મહત્વપૂર્ણ સ્પાઈક પ્રોટીનમાં જોવા મળ્યા હતા. જે શરીરમાં રિસેપ્ટર કોશિકાઓને જોડે છે. મ્યૂટેનશનનો તત્કાલ પ્રભાવથી અભ્યાસ કરવો જોઈશે. ફંડના અભાવે અને કોરોનાના ઘટતા કેસને કારણે નવેમ્બર અને જાન્યુઆરી વચ્ચે જીનોમ સિકવેન્સિંગ બંધ થઈ ગઈ હતી. હવે બી.1.167 માં એક ત્રીજા મ્યૂટેશની ઓળખ કરવામાં આવી છે. વિશેષજ્ઞોનું માનવું છે કે આ વખતે આને ગંભીરતાથી લેવું જોઈશે. હાલ ભારતમાં 10 લેબમાં આના વિશે વિશેષ સંશોધન ચાલી રહ્યું છે.
ટ્રિપલ મ્યૂટન્ટ જોવા મળતાં લોકોમાં ડર જોવા મળી રહ્યો
ડબલ મ્યૂટેશન વેરિએન્ટના કારણે જ કોરોના આટલો વધ્યો છે. ટ્રિપલ મ્યૂટન્ટ જોવા મળતાં લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. આ નવા ટ્રિપલ મ્યૂટન્ટ કોરોના વાયરસમાં E484K વેરિએન્ટના અંશ પણ છે. ટ્રિપલ મ્યૂટન્ટ કોરોના વાયરસ B.1.618 કોઈના પણ શરીરની પ્રતિરોધક ક્ષમતા એટલે કે રોગ પ્રતિકારક શક્તિને હેરાન પરેશાન કરી મુકે છે. જેથી કોરોના સંક્રમિત થયેલા લોકોની એન્ટિબોડી શરીરને પણ આ ટ્રિપલ મ્યૂટન્ટ કોરોના વાયરસ ફરી સંક્રમિત કરી નાંખે છે.
નવા વેરિએન્ટ ઘણાં દેશોમાં જોવા મળ્યા
વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે હાલ પશ્ચિમ બંગાળમાં આ ટ્રિપલ મ્યૂટન્ટ કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં આ વાયરસના પ્રાથમિક સિકવન્સ મળ્યા છે. હાલ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી ચાલી રહી છે. નવો વેરિએન્ટ B.1.618 જેવો જ વાયરસ અમેરિકા, સ્વીટ્ઝરલેન્ડ, સિંગાપુર અને ફિનલેન્ડમાં પણ મળ્યા છે. ટ્રિપલ મ્યૂટન્ટ વેરિએન્ટ B.1.618નો પહેલો સેમ્પલ ભારતની બહાર કોઈ અન્ય દેશમાં 22 એપ્રિલ 2020નાં રોજ મળ્યા હતા. આ વેરિએન્ટને પશ્ચિમ બંગાળમાં જીનોમ સિક્વેન્સિંગ કરવામાં આવી. 130 સેમ્પલમાંથી 129માં આ વેરિએન્ટ મળ્યા છે. દુનિયામાં હાલ B.1.168 વેરિએન્ટથી સંક્રમિત લોકોમાંથી 62.5% લોકો માત્ર ભારતમાં જ છે. આ વિશ્લેષણ Outbreak.info પર આપવામાં આવ્યું છે.
નવા મ્યૂટન્ટ વાયરસમાં પ્લાઝમા થેરાપી પણ નથી કારગત
CSIR-IGIBના રિસર્ચર ડૉ. વિનોદ સ્કારિયાના સોશિયલ મીડિયાના મેસેજ મુજબ E484K વેરિએન્ટ ઈમ્યૂન સિસ્ટમથી બચવા માટેની મહારત રાખે છે. તેના જેનેટિક સેટ્સ વિશ્વના અનેક કોરોના વાયરસ વેરિએન્ટ્સમાંથી મળી રહ્યાં છે. E484K જેનેટિક સેટ્સવાળા નવા મ્યૂટન્ટ કોરોના વાયરસ પ્લાઝમા થેરાપીથી પણ ઠીક નથી થતા.