મુંબઇઃ ભારતમાં ફરી કોરોના વાયરસનું સંક્રમણ ચિંતાજનક સ્તરે વધી રહ્યુ છે જ્યારે સંક્રમિત દર્દીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાતની એક અગ્રણી ફાર્મા કંપનીએ કોરોના વાયરસની સારવાર માટે વપરાતી રેમિડિસિવિરની કિંમતમાં ધરખમ ઘટાડો કર્યો છે.
ફાર્મા કંપની કેડિલા હેલ્થકેરે કોરોના વાયરસની સારવાર માટે વપરાતી રેમિડિસિવિરની કિંમતમાં 68 ટકાનો ઘટાડો કર્યો છે. કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું છે કે ઝાયડસે ગતવર્ષે ઓગષ્ટમાં કંપનીએ રેમિડિસિવિરની પોતાની બ્રાન્ડ રેમડેકની 100 ગ્રામની શીશી 2800 રૂપિયા હતી જે હવે 899 રૂપિયામાં પડશે. રેમડેક ભારતની સૌથી સસ્તી રેમિડિસિવિર બ્રાન્ડ છે અને કોરોના વાયરસની સારવારમાં એક મહત્વપૂર્ણ દવા છે.
કંપનીએ જણાવ્યું હતું કે આ મહત્વપૂર્ણ સમયમાં કિંમતો ઘટાડવાથી કોરોનાગ્રસ્ત દર્દીઓની મદદ કરવાનો એક લમ્બો માર્ગ નક્કી કરશે. ગિલિયડ સાયન્સ ઇન્ક દ્વારા રેમિડિસિવિરની શોધ કરવામાં આવી હતી. ઝાયડસે તેની સાથે કરાર કરીને દવા બનાવવાનું શરુ કર્યું હતું.
ગતવર્ષ જૂનમાં શોધાયેલ આ દવા કોરોનાના ગંભીર લક્ષણોથી પીડિત રોગીઓની સારવાર માટે અમેરિકાની ફૂડ અને ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન દ્વારા ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી આપવામાં આવી હતી. આ દવા માટેની APIને ગ્રુપની એપીઆઈ નિર્માણ સેન્ટરમાં બનાવવામાં આવી હતી. કિંમત ઘટાડવા પર નિવેદન કરતા કેડિલા હેલ્થકેરના એમડી શાર્વિલ પટેલે કહ્યું હતું કે આ મહામારી બાદ અમે લોકોને સસ્તી અને સુલભ સારવાર મળી રહે તે માટે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. રેમડેક કોરોનાની સારવારમાં મહત્વપૂર્ણ છે. અમને આશા છે કે આ ભાવઘટાડાથી સમાજના દરેક વર્ગના લોકો આ દવાનો ઉપયોગ કરી શકશે.