મુંબઇઃ દેશમાં કોરોના મહામારીની ત્રીજી લહેરની ચેતવણી વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે સાવધાની રાખવાની બહુ જરૂ છે. આમ તો હાલ વાયરસના નવા કેસો ને મૃત્યુઆંક નીચો આવ્યો છે તે સારી વાત છે. કેરળમાં દરરોજ 20 હજારથી વધારે કોરોના સંક્રમણના કેસો જોવી મળી છે. આ દમરિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા વિતેલ 24 કલાકમાં નોંધાયેલા કોરોના સંક્રમણના આંકડાઓ જારી કર્યા છે.
આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ 1 ઓગસ્ટ, 2021ના રોજ સમાપ્ત થયેલા છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોના સંક્રમણના 40,134 કેસ નોધાયા છે, જેમાંથી વાયરસના કેસથી 422 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ દરમિયાન વાયરસથી સંક્રમિત 36,946 લોકો સારવાર બાદ સ્વસ્થ્ થયા છે. આમ અત્યાર સુધીમાં 3,08,57,467 લોકો કોરોના મૂક્ત થયા છે.
હાલ દેશભરમાં કોરોના વાયરસથી સંક્રમિત સારવાર હેઠળ એટલે કે એક્ટિવ કેસોની સંખ્યા 4,13,718 છે. દેશમાં કોરોના સંક્રમણથી અત્યાર સુધીમાં 4,24,773 લોકોના મોત નિપજ્યા છે.
નોંધનિય છ કે, દેશમા કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન કરોડો લોકો કોરોના વાયરસની શિકાર બન્યા છે અને લાખો લોકોએ જીવ ગુમાવ્યો છે. બીજી લહેર બાદ હવે ભારતમાં ત્રીજી લહેર આવવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારતમાં સંભવિત ત્રીજી લહેર દરમિયાન બાળકને વાયરસનો સૌથી વધારે જોખમ હોવાનું માનવામાં આવે છે.