ભારતમાં કોરોના વાયરસનો કહેર યથાવત રહેતા દૈનિક મૃત્યુઆંક ફરી વધી રહ્યો છે. ભારતમાં 9 જુલાઇ, 2021 શુક્રવારના રોજ સમાપ્ત થયેલા 24 કલાકના અંતે કોરોના સંક્રમણ લીધે ફરી 1200થી વધારે 1206 દર્દીઓના મોત થયા છે. તો બીજી બાજુ કોરોના સંક્રમણના 42248 નવા કેસો સામે આવ્યા છે. આ સાથે દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓનાી કુલ સંખ્યા વધીને હવે 30794756 પર પહોંચી ગઇ છે. તો કોરોના વાયરસના એક્ટિવ કેસોની સંખ્યા હાલ દેસમાં 449478 છે. જ્યારે અત્યાર સુધી દેશમાં કુલ 29925883 કોરોના સંક્રમિત દર્દીઓ સાજા થયા છે. તો દેશમાં કોરોના સંક્રમણથી મરનાર લોકોની કુલ સંખ્યા 407173 પહોંચી ચૂકી છે.
હાલ કોરોના વાયરસના સંક્રમણથી બચવાનો એક માત્ર ઉપાય વેક્સીનેશન છે, જે ભારતમાં અભિયાન હેઠળ લોકોને મફતમાં રસી મૂકવામાં આવી રહી છે. અત્યારસુધી દેશમાં 36,89,91,222 લોકોને કોરોનાની રસી મૂકવામાં આવી છે. જેમાં સૌથી વધી રસીકરણ મહારાષ્ટ્રમાં થયુ છે અને ત્યાં 3.48 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. ત્યારબાદ ગુજરાતમાં 3.45 કરોડ અને ગુજરાતમાં 2.73 કરોડ ડોઝનું રસીકરણ થયુ છે.